મોહન ભાગવતના નિવેદનનો ભાવનગરમાં ઉગ્ર વિરોધ, કડક કાર્યવાહીની કોંગ્રેસની માંગ
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર જીલ્લા કલેકટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજુઆતો કરવામાં આવી હતી કે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ (આર.એસ.એસ.) ના વડા મોહનભાગવત દ્વારા જે નિવેદન કરવામાં આવેલ છે. તેનો વિરોધ કરી આર.એસ.એસ. ના વડા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેષભાઈ વ્યાસ, પુર્વ પ્રમુખ ડો. રાણીંગા, ભરતભાઈ બુધેલીયા, શહેર મહિલા પ્રમુખ દર્શનાબેન જોશી સહિતના આગેવાનો અને કાર્યકરો આજરોજ ભાવનગર શહેરના હલુરીયા ચોક વિસ્તારમાં આવેલ શહીદ સ્મારક પાસે કોંગ્રેસના આગેવાન કાર્યકરોએ એકત્રીત થઈ શહીદોને પુષ્પાંજલી અર્પણ કરી એક રેલી સ્વરૂૂપે સુત્રોચ્ચારો અને બેનરો સાથે એક રેલી રૂૂપે નિકળીને ભાવનગર જીલ્લા કલેકટરને એક વિસ્તૃત આવેદન પત્ર પાઠવી રજુઆતો કરવામાં આવી હતી કે,આપણો ભારત દેશ 1947 માં જ આઝાદ થઈ અને સ્વતંત્ર સેનાનીઓ એ ભાગ લીધો છે. આ લડતમાં સમગ્રત્વ રાષ્ટ્રની સાથે ભાવનગર શહેર તથા જિલ્લાના નાગરીકો માંથી શહીદી વોરાયેલી છે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જે સંસ્થા સતાધારી ભારતીય જનતા પક્ષની સહયોગી સંસ્થા છે તેના પ્રમુખ મોહન ભાગવતજી દ્વારાઅયોધ્યામાં રામમંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે સ્વતંત્રતા મળી પ્રમુખ મોહનભાગવતજી દ્વારા તેવા સંપુર્ણ રાજકીય લાભ લેવાના આશયથી નિવેદન કરેલ છે તેમના આવા નિવેદનથી સમગ્ર રાષ્ટ્રની સાથે ભાવનગર શહેર કોંગ્રેસ વ્યથિત છે.
આવા નિવેદનથી રાષ્ટ્રના તથા ભાવનગરના શહીદોનું સ્વતંત્ર સંગ્રામોનું સખ્ત અપમાન થયેલ છે અને આવા ઇરાદાપુર્વકના નિવેદનથી બંધારણ પ્રેમીઓ પણ અત્યંત દુ:ખી છે, અને આ રીતે શહીદો સ્વતંત્ર સેનાનીઓ અને બંધારણ પ્રેમીઓનું અપમાન થયેલ હોય તેમના પરિવારમાં શહીદોની માનહાની થયેલ હોય તેવી જનતામાં લાગણી ઉત્પન્ન થયેલ હોય જેથી મોહનભાગવતજી દ્વારા કરાયેલ આવા નિવેદન બદલ અને જે નિવેદનથી ખુબ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારનું પણ અપમાન છે જેથી સરકાર દ્વારા તાત્કાલીક મોહનભાગવતજી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ભાવનગર શહેરની લાગણી છે. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર અને જીલ્લા કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.