નકલી બિયારણના મામલે જિલ્લા પંચાયતમાં ઉગ્ર વિરોધ
કોંગ્રેસના સદસ્ય મનસુખભાઈ દ્વારા સિંચાઈ વિભાગની કેનાલોમાં થયેલા ભ્રષ્ટાચાર, કેનાલોમાં તિરાડો પાડવા અને જિલ્લામાં સંખ્યાબંધ બિયારણ કંપનીઓના મગફળીના બિયારણ વાવણી બાદ ફેલ થવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ મુદ્દે મનસુખભાઈ અને જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ કારોબારી સદસ્ય રાજુભાઈ ડાંગર વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી.
નામાંકિત કંપનીઓના મગફળીના બિયારણ ફેલ થતાં ખેડૂતોને મોટી નુકસાની થઈ હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સભામાં હાજર તમામ સભ્યોને સાંભળવામાં આવ્યા હતા.સિંચાઈ વિભાગના પ્રશ્નો અંગે પ્રમુખ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે અંગે અમે સિંચાઈ વિભાગના અધિકારીઓને રૂૂબરૂૂ મોકલી તપાસ કરાવી લઈશું. જે એજન્સી જવાબદાર હશે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
બિયારણ મુદ્દે પણ પ્રમુખે જણાવ્યું હતું કે, અમને કેટલીક જગ્યાએ ખેડૂતોની ફરિયાદ મળી છે. નમૂના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવ્યા છે. ભેજને પગલે વાવેતર ખરાબ થયું હોઈ શકે છે, છતાં સાચું કારણ જાણવા રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થઈ શકે છે.સ્ત્રસ્ત્ર આ ઉપરાંત, જિલ્લાની અંદર આવેલી શાળાઓના જર્જરિત ઓરડાઓ અને શાળાઓની સ્થિતિને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં પણ જર્જરિત અને જોખમી શાળાઓ છે ત્યાં બાળકો અભ્યાસ ન કરે તે આદેશ આપવામાં આવ્યા છે. તમામ સ્કૂલોને સળ મુલાકાત કર્યા બાદ કોઈપણ સ્કૂલ ઝરજરીત દેખાય તો તેઓને તાત્કાલિક સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
હાલ વરસાદી વાતાવરણ હોવાથી, તાત્કાલિક અસરથી આ કામગીરી કરવા શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.