રાજકોટમાં વહેલી સવારે મકાનમાં ભીષણ આગ : એક જ પરિવારના પાંચને બચાવી લેવાયા
ઘરે જ પાવર લોન્ડ્રીનું કામ કરતા પરિવારના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અનેક વરરાજાના શૂટ, શેરવાની, દુલ્હનના કિંમતી કપડાં બળીને ખાક
રાજકોટનાં એરપોર્ટ રોડ પર આવેલ સ્વસ્તીક સોસાયટીમાં વહેલી સવારે શોર્ટ સર્કીટના કારણે મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાની અને મકાનમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિ ફસાઈ ગયાની ફાયરબ્રિગેડનો જાણ થતાં તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ મકાનમાં ફસાઈ ગયેલા પરિવારના પાંચ સભ્યોને બચાવી લઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં વરરાજા અને દુલ્હનના કિંમતી કપડા બળીને ખાખ થઈ ગયા હતાં.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં એરાડ્રામ રોડ પર આવેલ સ્વસ્તીક સોસાયટીમાં આવેલ અમીત ભાવસારના મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાની અને અમીતનો પરિવાર મકાનમાં ફસાઈ ગયાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
શોક સર્કીટના કારણે લાગેલી આગે પલવારમાં જ રૌદ્રસ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ફાયરબ્રિગેડે તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ મકાનમાં ફસાયેલા અમીત હસમુખભાઈ ભાવસાર, મીનાબેન અમીતભાઈ ભાવસાર, આશાબેન અમીત ભાવસાર, પ્રેમ અમીત ભાવસાર અને હર્ષા અમીત ભાવસારને બચાવી લીધા હતાં.
આગના કારણે મકાનમાં પાવર લોન્ડ્રીના કામમાં માટે આવેલા વરરાજાના કિંમતી શુટ, શેરવાની, દુલ્હનના કિંમતી કપડા, સરારા સહિત 100થી વધુ જોડી બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસની પુછપરછમાં અમીત ભાવસાર કરણપરામાં પાવર લોન્ડ્રીની દુકાન ધરાવે ્રછે અને લગ્ન ગાળો હોય ઘરે પણ પાવર લોન્ડ્રીનું કામ કરતાં હતાં. આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ફળિયામાં પડેલા ત્રણ બાઈક પણ બળીને ખાક
એરપોર્ટ રોડ પર આવેલ સ્વસ્તીક સોસાયટીમાં પાવર લોન્ડ્રીનું કામ કરતાં ભાવસાર પરિવારમાં મકાનમાં લાગેલી ભીષણમાં લાગેલી આગના કારણે ફળીયામાં પડેલા ત્રણ બાઈક બળીને ખાક થઈ ગયા હતા અને મકાનમાં પણ ભારે નુકસાન થયું હતું.