રાજકોટમાં ત્રણ મહિનાથી લાભાર્થીઓ ખાંડ-દાળવિહોણા
પૂરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરવા ગ્રાહક સુરક્ષા મહિલા મંડળના સૂચનો
સમયાંતરે રાજકોટ જિલ્લા અને શહેર નાગરીક પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાતી હોય છે ત્યારે આગામી બેઠકાં કેટલાક મુદ્દાઓ સમાવવા માટે જાગૃત ગ્રાહક સુરણા મહીલા મંડળ દ્વારા સુચનો કરવામાં આવ્યા છે. ગત નાણાંકીય વર્ષ દરમ્યાન રાજકોટ જીલ્લા/શહેર વિસ્તારમા કેટલા સસ્તા અનાજ લાયસન્સ ધારકોની દુકાનોમાં ચેકીંગની કાર્યવાહી કરવામા આવેલ છે? ચેકીંગ દરમ્યાન કેટલા લાયસન્સ ધારકોની દુકાનમાં અનાજ વિતરણમા ગેરરિતીઓ જાણવા મળેલ છે? કેટલા લાયસન્સ ધારકોના લાયસન્સો રદ કરવામા આવેલ છે? અને ગેરરિતી બદલ કયાં પ્રકારની સજા કરવામા આવેલ છે?
રાજકોટના અખબારોમા પ્રસિધ્ધ થયેલ સમાચારો મુજબ "સસ્તા અનાજના વેપારીઓએ ઈ-કેવાયસી કાર્યવાહી પેડીંગ હોવાના કારણે જીલ્લાના 700 રેસીંગ દુકાનોમા ખાંડનો 50% જથ્થો છેલ્લા ત્રણ મહિનાથી મળેલ નથી. રાજકોટ પુરવઠા નિગમ પાસે ખાંડનો ત્રણ મહિનાનો જથ્થો હોવા છતાં સસ્તા અનાજના વેપારીઓને ખાંડનો જથ્થો ફાળવવામાં આવેલ નથી. રાશનકાર્ડ ધારકોને આ દિવાળીના પર્વ દરમ્યાન પણ ખાંડ મળી શકેલ નથી. જનતાની આ તકલીફને દુર કરવા તંત્ર દ્વારા ક્યાં પ્રકારના પગલાં લેવામા આવેલ છે ?
ગ્રામ્ય વિસ્તારના 500 થી વધુ લાયસન્સ ધારકોને તુવેરદાળનો જથ્થો છેલ્લા ત્રણ મહિનાથી એવા સમાચારો સંબધે સત્ય હકિકત શું છે?એ.પી.એલ.-1,એ.પી.એલ.-2, બી.પી.એલ અને અંત્યોદય કાર્ડ ધારકોને સરકાર દ્વારા નકકી કરવામા આવેલ જણશોનો જથ્થો નિયમીત રીતે પ્રાપ્ત ન થતો હોવાની ફરીયાદો કાર્ડ ધારકો દ્વારા કરવામા આવે છે. આવી ફરીયાદોમા સત્ય કેટલું છે? દરેક કાર્ડ ધારકને નકકી કરવામા આવેલ પ્રમાણમા જણશોનો જથ્થો પ્રાપ્ત થાય તે સંબધે ક્યાં પ્રકારની વ્યવસ્થા પુરવઠા વિભાગ દ્વારા ગોઠવવામા આવેલ છે. તેવી માહિતી જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહીલા મંડળ દ્વારા પુરવઠા વિભાગ પાસે માંગવામાં આવી છે.