For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંગેતરના મિત્રએ બ્લેકમેઈલ કરી યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યુ

06:06 PM Feb 07, 2024 IST | Bhumika
મંગેતરના મિત્રએ બ્લેકમેઈલ કરી યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યુ

યુવતીને તેના મંગેતર સાથે ઝઘડો થતો હોવાનો લાભ ઉઠાવી સમજાવવાના બહાને મળ્યા બાદ તેનું રેકોર્ડિંગ કરી ધમકાવી હોટલમાં હવસ સંતોષી

Advertisement

હોટલમાં નગ્ન ફોટા અને વીડિયો ઉતારી વાઈરલ કરવાની ધમકી આપી રૂા.42 હજાર પડાવ્યા : આરોપીને સકંજામાં લઈ આકરી સરભરા કરતી પોલીસ

શહેરની ભાગોળે જામનગર રોડ વિસ્તારમાં રહેતી યુવતી ઉપર તેના મંગેતરના મિત્રએ જ બ્લેકમેઈલ કરી અમદાવાદની હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ હતું ત્યારબાદ નગ્ન ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂા.42,000 પડાવી લીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદ પરથી આરોપી જૂનાગઢના શખ્સને સકંજામાં લઈ આગવી ઢબે સરભરા કરી હતી.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, જામનગર રોડ વિસ્તારમાં રહેતી અને અમદાવાદમાં માર્કેટીંગ કંપનીમાં નોકરી કરતી યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના મંગેતરના મિત્ર દિવ્યેશ ઓડેદરા ઉર્ફે ડી.કે. રહે જૂનાગઢનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેની સગાઈ બે વર્ષ પહેલા તેના મંગેતર સાથે થયા બાદ આરોપી મંગેતરનો મિત્ર હોય જેથી તેની સાથે ઓળખાણ થઈ હતી. સગાઈ બાદ તેણીને તેના મંગેતર સાથે અવારનવાર ઝઘડો થતો હોય અને બે મહિના પહેલા તેણી અમદાવાદ હતી ત્યારે આરોપી દિવ્યેશે ઈન્સ્ટ્રાગ્રામમાં એક વિડિયો મોકલેલ હોય જેમાં તેણે કોમેન્ટ કરતાં વાતચીત થયા બાદ નંબરની આપ લે થઈ હતી. તેણીએ મંગેતર સાથે થતાં ઝઘડા અંગે દિવ્યેશ મંગેતરનો મિત્ર હોય તેને વાત કરવાથી તે મંગેતરને સમજાવશે તેવું માની દિવ્યેશને મળવાની વાત કરી હતી. જેથી દિવ્યેશે અમદાવાદમાં ગુરૂકુળ રોડ પર પ્રહલાદનગરમાં આવેલી તેની ઓફિસે બોલાવતા તેણી ત્યાં ગઈ હતી ત્યારે તેની સાથે વાત કર્યા બાદ ત્યાંથી જતી હતી ત્યારે દિવ્યેશે તેનું બાવડુ પકડી બેસાડી દીધેલી અને વાતચીત દરમિયાન તેણે આકાશ વિશે અપશબ્દ બોલતી હોય તેનું રેકોર્ડીંગ સંભળાવી ‘હું આ રેકોડિંગ તારા મંગેતરને મોકલી દઈશ’ તેવી ધમકી આપી બ્લેક મેઈલ કરી ‘હું જેમ કહું તેમજ કરવાનુ’ તેમ કહ્યું હતું. બે દિવસ બાદ આરોપીએ તેને ફોન કરી અમદાવાદમાં હોટલ ખાતે મળવા બોલાવી રૂા.10 હજાર લેતી આવજે તેવી ધમકી આપી હતી. જેથી તેણી 2000 રૂપિયા લઈ હોટલ ખાતે પહોંચી હતી. ત્યારે આરોપીએ તેને હોટલના રૂમમાં લઈ જઈ ‘તું રૂમમાં આવી તે હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે, જેહું તારા મંગેતરને મોકલી દઈશ’ તેમ કહી બળજબરીથી તેની સાથે દુષ્કર્મ ગુર્જાયુ હતું અને હોટલના રૂમમાં તેના નગ્ન ફોટા અને વિડિયો ઉતારી લીધા હોય જે વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર બ્લેક મેઈલ કરી રૂા.પડાવતાં અંદાજે રૂા.42 હજાર પડાવી લીધા હોય અને ત્યાર બાદ પણ આરોપી બ્લેક મેઈલ કરતો હોવાથી કંટાળી તેણીએ તેના મંગેતરને વાત કરતાં આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદ પરથી આરોપી દિવ્યેશ ઓડેદરા વિરૂધ્ધ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી પોલીસ કમિશ્નર કચેરી ખાતે લઈ જઈ આગવી ઢબે સરભરા કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement