હવે ગીરગઢડામાં બે બાળા સાથે અડપલાં
વિકૃત શખ્સે ધાર્મિક જગ્યાએ લઇ જઇ મોબાઇલમાં ક્લિપ બતાવી છેડછાડ કરી
ગીરગઢડા પંથકમાં આઠ દિવસ પહેલાં વિકૃત માનસિકતા ધરાવતા કાળું જેઠવા નામનાં 35 વર્ષિય શખ્શે છરી બતાવી બે બાળા ને ડરાવી ધમકાવી મોબાઈલ માં વિકૃત ફિલ્મ બતાવી અડપલાં કર્યા ની ધટના બહાર આવતાં બાળા નાં પરીવારજનો ચોંકી ઊઠ્યા હતા અને આ બનાવ ની ફરીયાદ નોંધાવવા આખો દિવસ પોલીસ સ્ટેશન નાં ચકર કાપ્યા બાદ આખરે સેનસટીવ ધટના અંગે મોડીરાત્રે ફરીયાદ નોંધી હતી.
ગીરગઢડા પોલીસ અધિકારી મેહુલ ચૌહાણનાં જણાવ્યા અનુસાર ગીરગઢડા પંથકમાં બે બાળા સાથે છેડછાડ થયાની ઘટના બનેલ હોવાની ફરીયાદ મળતાં ની સાથે જ્યાં ધટના બની હતી તે સ્થળની મુલાકાત કરી હતી અને બાળાને સાથે મહિલા પોલીસ કર્મી ને સાથે રાખી ને એકદમ ગભરાયેલી આ બન્ને બાળા ને સાંત્વના આપી બનેલી ઘટના અંગે વિગતવાર માહિતી મેળવી નિવેદનો નોંધી માનસીક વિકૃત નરાધમ કાળું જેઠવા સામે પોષકો તેમજ વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી અંલગ અંલગ પોલીસ ની ટીમો બનાવી જડપી પાડવાં તપાસ ધમધમતી કરી છે
બન્ને બાળા નાં પરીવારજનો એ આ ધટના અંગે પ્રકાશ પાડતાં જણાવેલ હતું કે આઠ દિવસ પહેલાં પીડીત બાળા ને નરાધમ કાળું જેઠવા છરી બતાવી એક ધાર્મિક સ્થળ પર લઈ ગયેલ અને ત્યાં મોબાઈલ માં વિકૃત ફિલ્મ બતાવી બન્ને બાળા સાથે અડપલાં કરીને ધમકાવી ડરાવી દીધેલ હોય બન્ને બાળા ગભરાઈ જતાં આખરે પરિવાર જનો ને બે દિવસ પહેલા વાત કરતાં કરતાં પ્રથમ 100 નંબર પર પોલીસ ને જાણ કરેલ ત્યાર બાદ હરમડીયા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવા જતાં ત્યાં જવાબ નહીં અપાતાં ગીરગઢડા પોલીસ સ્ટેશન ફરીયાદ નોંધાવી હતી અને આખો દિવસ પોલીસ સ્ટેશન માં વિતાવ્યા બાદ સાંજે પોલીસે આ ધટનાની ફરીયાદ નોંધી હતી તેવો આક્ષેપ કર્યો હતો.
35 વર્ષ નાં અપરણિત કાળું જેઠવા નામનાં યુવાન હલકી વિકૃત માનસિકતા ધરાવતો હોય અને એકલતાનો લાભ ઊઠાવી બાળા સાથે બિભત્સ ચેનચાળા કરીને નાશી છુટતા સનસનાટી ફેલાઇ ગઇ હતી અને આ નરાધમ શખ્શ ને કડક કાર્યવાહી કરીને સજા અપાશે તેવું ગીરગઢડા પોલીસ ઇન્સ્પેકટર મેહુલ ચૌહાણ એ મીડીયા સમક્ષ જણાવ્યું હતું હાલ આ નરાધમ શખ્સ ને જડપી લેવાં સંભાવિત જગ્યા એ પોલીસ ની ટીમ ને દોડાવી તેનાં મોબાઈલ ટેક કરી શોધખોળ હાથ ધરી છે બનાવ ની અંતિય ગંભીરતા ને ધ્યાને રાખીને પોલીસે બન્ને બાળા ગભરાઈ ગયેલ હોવાથી મહિલા પોલીસ કર્મી ને સાથે રાખી સમગ્ર ઘટના અંગે આરોપી સામે સજ્જડ પુરાવા એકઠાં કરી રહી છે. સમગ્ર રાજ્ય માં સવાર પડતાં ની સાથે બાળા પર બનતી અધટિત ઘટના એ કાયદો વ્યવસ્થા સામે સવાલ ઊઠાવી આવાં નરાધમો ને પોલીસ નો ખોપ ઊભો થાઈ તેવી સજા કરવા માંગણી ઊઠી રહીં છે.