સૈયારા જોયા બાદ મહિલા લેકચરર ઘરમાં પુરાઇ ગયા
જૂનો પ્રેમ યાદ આવી જતાં સુનમુન થઇ ગયા, કાઉન્સેલિંગ કરવું પડયું
બોલિવૂડની સુપર હિટ ફિલ્મ સૈયારાની યુવાધન ઉપર માઠી અસર પડી રહી છે અને તેમાં પણ ખાસ કરીને પ્રેમમાં પાગલ બનેલા યુવાનો અને યુવતીઓ તેનો ભોગ બની રહ્યા છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી અને મેડિકલ કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી કરતી યુવતી સૈયારા ફિલ્મ જોયા બાદ બે દિવસ રૂૂમમાં પુરાઈ ગઈ હતી. આ ચોંકાવનારો કિસ્સો લાલબત્તી સમાન છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અશોકભાઈ (નામ બદલ્યું છે) એ 181 મહિલા હેલ્પ લાઈન પર કોલ કરી જણાવ્યું હતું કે તેમની ભત્રીજી મેડિકલ કોલેજમાં લેક્ચરર છે. જે બે દિવસથી રૂૂમમાં પુરાઈ ગઈ છે અને ડિપ્રેશનમાં આવી ગઈ છે કોલ મળતાની સાથે જ અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાઉન્સિલિંગ ટીમ દ્વારા અનિતાને સાંત્વના આપી ફિલ્મ અને વાસ્તવિક જીવનની અલગતા વિશે માહિતગાર કરી ફિલ્મની અસરમાંથી બહાર કાઢવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
અભયમની ટીમે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં યુવતીએ સૈયારા ફિલ્મ જોઈ હતી. આ યુવતીને એક યુવક સાથે ઘનિષ્ઠ મિત્રતા છે. જેથી તેને યાદ કરી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. ફિલ્મ જોઈ ઘરે આવ્યા બાદ સુન મારી ગઈ હતી અને પોતાના પરિવાર સાથે કોઈ વાતચીત કર્યા વગર પોતાના બેડરૂૂમમાં જતી રહી હતી.
દીકરીના એકાએક બદલાયેલા વલણ અને બે દિવસ રૂૂમમાં પુરાઈ રહેતા ચિંતિત બનેલા પરિવારે અભયમ ટીમનો સંપર્ક કરી મદદ માગી હતી. અભયમ ટીમ દ્વારા યુવતીને વાસ્તવિક પરિસ્થિતી મુજબ જીવવા અને ફિલ્મ એક મનોરંજન માટે હોય છે જેમાંથી સારી બાબતો સ્વીકારવાની હોય છે જે આપણને ઉપયોગી બને. ફિલ્મમાં આપેલા સંદેશ જરૂૂર પડતા અને આપણને અનુરૂૂપ યોગ્ય હોય તો અપનાવવાના હોય છે.
અભયમ ટીમ દ્વારા મેડિકલ કોલેજમાં લેક્ચરર યુવતીનું અસરકારક કાઉન્સિલિંગ કરી ડિપ્રેશનમાંથી બહાર કાઢવામાં આવી હતી. અભયમ ટીમે એવી પણ સલાહ આપી કે, કોઈ યુવાન સાથે લાગણી સભર સંબંધ હોય તો તેને મળીને વાત કરી લેવી જેથી મન હળવું થઇ જાય છે.