રીબડા પ્રકરણમાં મહિલા વકીલની ધરપકડ થશે
04:38 PM Aug 01, 2025 IST
|
Bhumika
Advertisement
ચકચારી બનેલા રીબડા નાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં ભોગબનનાર સગીરાની ઓળખ છતી કરવા અંગે રાજકોટ નાં મહીલા એડવોકેટ સામે તાલુકા પોલીસ માં થયેલી ફરિયાદ અંગે પોલીસે કોર્ટ માં મંજુરી માંગી હોય કોર્ટમાંથી હુકમ થઇ જતા તાલુકા પોલીસે વકીલ ભુમિકાબેન પટેલ સામે નોન કોગ્નીઝેબલ ગુન્હા માંથી એફઆઇઆર નોંધી છે. પ્રાપ્ત વિગત મુજબ સગીરાનાં વકીલ ભુમિકાબેન પટેલે મીડિયા સમક્ષ આપેલા ઇન્ટર્વ્યુમાં સગીરાની ઓળખ છતી થાય તે પ્રકારે વાત કરી હોય સગીરાનાં પિતાએ ગત તા.17 નાં તાલુકા પોલીસ સ્ટેશન માં વકીલ ભુમિકાબેન સામે જુવેનાઈલ એક્ટ કલમ હેઠળ નોન કોગનીઝેબલ ગુન્હો નોંઘી કોર્ટની પરમિશન માંગી હતી. દરમ્યાન કોર્ટ દ્વારા હુકમ થઇ જતા ગોંડલ તાલુકા પોલીસમાં નોન કોગનીઝેબલ ગુનામાંથી ભુમિકાબેન પટેલ વિરુદ્ધ વિધિવત ગુન્હો (ઋઈંછ) નોંધાયો છે.
Advertisement
Next Article
Advertisement