બોટાદમાં ટ્રેન નીચે ઝંપલાવી મહિલા આરોગ્યકર્મીનો આપઘાત
બોટાદમાં ભાવનગર રોડ રેલવે ફાટક પાસે માલગાડી ટ્રેન નીચે પડતું મૂકી મહિલા આરોગ્ય કર્મચારીએ આપઘાત કરી લેતા આરોગ્ય વિભાગમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે આપઘાતનું કારણ અકબંધ છે. રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે મળતી માહીતી મુજબ બોટાદમાં પ્રા.આ.કેન્દ્ર ઝમરાળાના સબ સેન્ટર લાઠીદડ-2 ના ફીમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતાં અલકાબેન સવજીભાઈ જાદવ (ઉ.વ.28) સવારના 10 કલાકની આસપાસ ભાવનગર રોડ ફાટક પાસે પોતાનું એકટીવા જેનો રજી નં જી.જે.33 જે. 3516 લઈ આવી એકટીવા રોડની સાઈડ પાર્ક કરી માલગાડી નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને લઈ રેલવે અધિકારીઓ અને રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક મૃતદેહનો કબજો મેળવી બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમા પીએમ માટે ખસેડવામાં આવી હતી.