For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ATSએ પકડેલા આતંકીઓની મહિલા હેન્ડલર ઝડપાઇ

12:36 PM Jul 30, 2025 IST | Bhumika
atsએ પકડેલા આતંકીઓની મહિલા હેન્ડલર ઝડપાઇ

અલ-કાયદા સાથે જોડાયેલા ચાર આંતકીઓની તપાસમાં મહિલા હેન્ડલરનું નામ ખુલ્યા બાદ એટીએસનું બેંગ્લોરમાં ઓપરેશન

Advertisement

ગુજરાત એટીએસ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ચાર શખ્સોની ધરપકડ કાર્ય બાદ તેની મહિલા હેન્ડલરને બેંગલોરથી ઝડપી લીધી છે. તેની પુછપરછમાં વધુ ચોકાવનારા ખુલાસા થશે. દેશ વિરોધી વિડીયો અપલોડ કરી જેહાદી કૃત્ય કરનાર આ સંગઠનની મહિલા હેન્ડલરને ગુજરાત એટીએસની ટીમે ઝડપી લઇ તેની પુછપરછ શરુ કરી છે.

ગુજરાત એટીએસની ટીમને એક મોટી સફળતા હાંસલ કરી છે. અલકાયદા ઇન્ડિયન ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા સમાપરવીન નામની મહિલા આતંકીને બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી છે. એટીએસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમા પરવીનનો સંપર્ક અગાઉ પકડાયેલા ચાર આતંકીઓ સાથે હતો. તેણી આતંકી ઈન્સ્ટાગ્રામ ગ્રુપમાં સક્રિય હતી અને દેશવિરોધી વિડિઓઝ અપલોડ કરીને જેહાદી કૃત્ય માટે યુવાનોને ઉશ્કેરતી હતી. ગુપ્ત તપાસમાં બહાર આવ્યું છે કે સમા પરવીન અલકાયદા સાથે સંકળાયેલ ષડયંત્રમાં સામેલ હતી. ગુજરાત એટીએસના સુત્રોએ જણાવ્યું કે મહિલાએ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર જેહાદી ષડયંત્ર રચવાનું કબુલ્યું છે. તફતીશ દરમિયાન તેમની પાસેથી ઝીણવટભર્યા પુરાવા અને ડિજિટલ ડેટા પણ કબજે કરાયો છે
ગુજરાત એટીએસએ અગાઉ અમદાવાદથી મહોમ્મદ ફરદીન, અરવલ્લીના મોડાસાથી સેફુલ્લા કુરેશી, દિલ્હીથી મોહમ્મદ ફૈક અને નોયડાથી ઝિશાન અલીની ધરપકડ કરી છે.

Advertisement

અલ-કાયદાના આતંકી મોડેલ સાથે આ ચારેય લોકો જોડાયેલા હતા. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક શંકાસ્પદ એપ્લીકેશન દ્વારા અલ-કાયદાની વિચારધારા સાથે જોડાઈ તેને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું પણ જણાયું છે. ઝડપાયેલ આરોપીઓ મોહમ્મદ ફૈઇક મોહમ્મદ રિઝવાન, સેફુલ્લા મોહમ્મદ રફીક કુરેશી, ફરદીન રઈસ મોહમ્મદ અને ઝીશાન અલી છેલ્લા ઘણા સમયથી દેશ વિરોધી પ્રવુતિ કરતા હતા. એટીએસની ટીમે ગુજરાત, દિલ્હી, નોઇડામાં ઓપરેશન હાથ ધરી ચારેયની ધરપકડ કરી હતી. સૈફુલ્લા કુરેશીની મોડાસામાંથી ધરપકડ કરવામાં આવી છે. સૈફુલ્લા મોડાસાના એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરે છે. સૈફુલ્લા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ હતો અને અલકાયદાનાં મોડ્યુલ પર કામ કરતો હતો.

આ મામલે ગુજરાત એટીએસે ઝડપાયેલ આરોપીઓની વધુ પૂછપરછ કરતા સમા પરવીનનું નામ ખુલ્યું હતું તેનો સંપર્ક અગાઉ પકડાયેલા ચાર આતંકીઓ સાથે હતો. તેણી આતંકી ઈન્સ્ટાગ્રામ ગ્રુપમાં સક્રિય હતી અને દેશવિરોધી વિડિઓઝ અપલોડ કરીને જેહાદી કૃત્ય માટે યુવાનોને ઉશ્કેરતી હતી. સમા પરવીન પણ અલકાયદા સાથે જોડાયેલી છે. આંતકવાદ વિરુદ્ધ શરૂૂ કરેલ ઝુંબેશ હેઠળ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement