For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલા ડે.કલેક્ટર અને કચેરી અધિક્ષક 3 લાખનો તોડ કરતા ઝડપાયા

11:15 AM Feb 26, 2025 IST | Bhumika
મહિલા ડે કલેક્ટર અને કચેરી અધિક્ષક 3 લાખનો તોડ કરતા ઝડપાયા

બનાસકાંઠામાં સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી દેવા લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા

Advertisement

એસીબીએ અચાનક સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખળભળાટ મચી જાય તેવી ટ્રેપ સફળ કરી છે. નાયબ કલેક્ટર મેડમ અને તેમની કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક અધધધ....3 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ જતાં વહીવટી તંત્રમાં ચકચાર મચી ગઇ છે. સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કર્યું હોવાનું શોધી અધિકારીએ વચલો રસ્તો કરી આપ્યો હતો, તેમાં સરકારને નાણાંકીય નુકસાન આપી લાંચ લેવાનું ગોઠવાયું પરંતુ ફરિયાદીએ આપેલી રજૂઆત બાદ સૌથી મોટો ખુલાસો થયો છે. ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપી આપવા સહિતનું સેટિંગ્સ પાડ્યું અને કુલ 2 મકાનના કામ પેટે 3 લાખની માંગણી થઈ હતી. જોકે ફરીયાદ આધારે ગાંધીનગર એસીબીએ આજે પાલનપુર સ્થિત જિલ્લા સેવા સદનમાં આવેલ સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીમાં ત્રાટકી અધિકારી મેડમ અને પ્લાનિંગ આસીસ્ટન્ટને પકડી લીધાં હતા. જાણીએ સમગ્ર અહેવાલ.

બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુર ખાતે આવેલ જિલ્લા સેવા સદન-2 માં સ્ટેમ્પ ડ્યુટી, નાયબ કલેક્ટરની ઓફિસ આવેલી છે. અહિં કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરી, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-3 છે જ્યારે અંકીતાબેન બાબુલાલ ઓઝા, નાયબ કલેક્ટર છે. હવે એસીબીની ટ્રેપ મુજબ ઘટના એવી છે કે, જાગૃત નાગરિક એવા ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યું હતુ. આ બાબતે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી કચેરીને ધ્યાને આવતાં બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનુ ચલણ ઝડપથી આપવા સોદાબાજી થઈ હતી.

Advertisement

જેમાં એક મકાનના રૂૂ.1,50,000 લેખે બે મકાનના રૂૂ.3,00,000/ની લાંચ પેટે માંગણી થઈ હતી. ખુદ નાયબ કલેક્ટર ઓઝાના કહેવાથી ઇન્ચાર્જ કચેરી અધિક્ષક ઈમરાન નાગોરીએ લાંચની માંગણી કરી હતી. જોકે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ના હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગર એસીબીએ ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીમાં સૌથી મોટી ઘટના બની ગઈ છે. ઇન્ચાર્જ કચેરી અધિક્ષક ઈમરાનખાને ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં 3 લાખ સ્વિકારી આ રૂૂપિયા નાયબ કલેક્ટર અંકીતાઓઝાની ચેમ્બરમાં આપ્યા પછી મહા ઘટસ્ફોટ થયો હતો.

એસીબીએ નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને પ્લાનિંગ આસીસ્ટન્ટ નાગોરીને એકબીજાની મદદગારી કરી, સ્થળ ઉપર પકડાઇ જઇ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂરૂૂપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુક કરી ગુનો કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે નોંધી એસીબીએ અટકાયત કરી છે. આ ઘટનામાં ટ્રેપીંગ ઓફીસર તરીકે એચ.બી.ચાવડા ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીનગર અને સુપરવિઝન અધિકારી તરીકે એ.કે.પરમાર મદદનીશ નિયામક ગાંધીનગર એ.સીેબી. એકમ હતા.

જૂનાગઢ માર્ગ-મકાન વિભાગના ઇજનેર 18 હજારની લાંચ લેતા ઝબ્બે

જૂનાગઢમાં એન્ટી કરપ્શન બ્યુરોએ માર્ગ અને મકાન વિભાગના અધિક મદદનીશ ઈજનેરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપી મીલન ગીરીશભાઈ ભરખડા જૂનાગઢના મીરાનગર વિસ્તારમાં રહે છે.એક જાગૃત નાગરિકે ACBમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના અસીલની ખેતીની જમીનમાં બાંધકામ કરવા માટે રોડથી બાંધકામ-નિયંત્રણ રેખા અંગેની માહિતીના પત્રની ખરાઈ કરવાની હતી.આ માટે અભિપ્રાય આપવા આરોપીએ શરૂૂઆતમાં 20 હજાર રૂૂપિયાની માગણી કરી હતી.રકઝક બાદ બે હજાર ઓછા કરીને 18 હજાર રૂૂપિયામાં વાત નક્કી થઈ હતી.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.ACBએ છટકું ગોઠવ્યું હતું. આરોપીએ પંચની હાજરીમાં 18 હજાર રૂૂપિયાની લાંચ સ્વીકારતા તેમને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી જૂનાગઢના બિલખા રોડ પર આવેલી નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે કરવામાં આવી હતી.આ ઓપરેશન પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી. કરમુર અને જૂનાગઢ ACB પોલીસ સ્ટેશનની ટીમે પાર કર્યું હતું. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ACB જૂનાગઢ એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ. પટેલે કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement