રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બહેનની સગાઇ માટે રાખેલા રૂા.1 લાખ વાપરી નાખ્યા બાદ ઠપકાના ડરથી યુવાને વખ ઘોળ્યું

05:06 PM Jul 18, 2024 IST | admin
Advertisement

માધાપરમાં રહેતા યુવકે રૈયા સ્મશાન પાસે પગલુ ભરી લેતા સારવારમાં ખસેડાયો

Advertisement

શહેરના જામનગર રોડ પર માધાપર ગામે રહેતા યુવાને રૈયા ગામ સ્મશાન નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. બહેનની સગાઇ માટે રાખેલા રૂા.1 લાખ વાપરી નાખ્યા બાદ માતા ઠપકો આપશે તેવા ડરના કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતિ વિગત મુજબ માધાપર ગામે રહેતા કાંતિ કુકાભાઇ ચીહલા (ઉ.વ.25)નામના યુવાને આજે સવારે 11 વાગ્યાના અરસામાં રૈયા ગામમાં આવેલા સ્મશાન નજીક ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન એક ભાઇ એક બહેનમાં મોટો અને એલઇડી ફીટ કરવાનો કામ કરે છે. તેની બહેનની સગાઇ માટે રૂા.1 લાખ ઘરમાં રાખેલા હોય જે તેણે વાપરી નાખ્યા હોય. જેથી માતા ઠપકો આપશે તેવા ડરના કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું.

મેહુલનગરમાં યુવતિએ ફીનાઇલ પીધુ.
કોઠારીયા રોડ પર આવેલા મેહુલનગરમાં રહેતી દિવ્યા મનસુખભાઇ સિંધવ (ઉ.વ.27)નામની યુવતીએ આજે સવારે પોતાના ઘરે કોઇ કારણસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે ભક્તિનગર પોલીસે હોસ્પિટલે દોડી જઇ તેણી આ પગલું શા માટે ભરી લીધુ તે જાણવા તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement