For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉનાના આમોદ્રામાં સિંહના આંટાફેરા વધતા લોકોમાં ભય

11:56 AM Aug 02, 2024 IST | Bhumika
ઉનાના આમોદ્રામાં સિંહના આંટાફેરા વધતા લોકોમાં ભય
Advertisement

ઉનાના અમોદ્રા ગામે છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે વન્યપ્રાણી સિંહો ગામમાં આવી ચડતા અનેક પશુઓના મરણથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સિંહ ગામમા પ્રવેશ કરતા પશુઓમાં અફડા તફડી મચી ગઈ હતી. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અમોદ્રા ગામની સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા લાંબા સમયથી જંગલી પ્રાણીઓ સિંહ, દીપડા વિગેરે વસવાટ કરે છે.

પરંતું છેલ્લા અઠવાડિયામાં સીમ વિસ્તાર છોડીને મોડી રાત્રે સિંહોનાં આંટાફેરા ગામતળમાં ચાલુ થયેલ હોય ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાયેલ છે.આમોદ્રામાં છેલ્લા સાતેક દિવસોમાં ગામની મધ્યમાં આવેલ ગામનાં બસ સ્ટેન્ડ (ઝાંપા), મૂળદાસ મંદિર, ઠાકોર મંદિર, ઝાલાશેરી, પ્રાથમિક શાળા વિસ્તાર, રાંદલ ભવાની મંદિર સહિતનાં અનેક વિસ્તારોમાં રાત્રીના સમયે દસેક જેટલા પશુઓનું અલગ અલગ મારણ થયાનું સામે આવેલ છે. આ અંગેના સી. સી. ટીવી ફૂટેજ પણ જોવા મળે છે.ગ્રામ પંચાયતે વન વિભાગને લેખિત રજુઆતમાં જણાવ્યાં મુજબ ઉના અને આસપાસના વિસ્તારમાંથી મોડી રાત્રે લોકો સિંહો જોવા આવતા હોય પજવણી થવાથી સિંહો ગામમાં આવી મારણ કરી જવાનાં લીધે ગામ લોકો પણ ભયભીત છે તો સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement