ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વોર્ડ નં.-3 અને 7માં રેલવે અંડરપાસની ગટર રોગચાળાનો ભય

04:56 PM Nov 12, 2025 IST | admin
Advertisement

ગટરનું ગંદુ પાણી ભૂગર્ભ અને પીવાના પાણીની લાઇનમાં ભળતું રોકવા કાર્યવાહી કરવા ડીઆરએમને આવેદન આપતું કોંગ્રેસ

Advertisement

શહેર મધ્યમાંથી પસાર થતા રાજકોટ-સોમનાથ ટ્રેક ઉપર શહેરના વોર્ડ નંબર-3 પરસાણાનગર-7 પાસે રેલ્વે ટ્રેક નીચે ગટરના ગંદા પાણી આજુબાજુની સોસાયટીઓમાં પાણીની લાઈનમા તેમજ ભુગર્ભ ભળતા રોગચાળા ફેલાઈ રહ્યો છે અંગે કાર્યવાહી કરવા બાબતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદન આપવામાં આવ્યું છે.

વેસ્ટર્ન રેલવેે, રાજકોટ ડિવિઝનના ડીઆરએમને અપાયેલ આવેદનમાં જણાવ્યું હતું કે, શહેરની મધ્યમાંથી પસાર થતા રાજકોટ સોમનાથ રેલ્વે ટ્રેકમા રાજકોટ શહેર વોર્ડ નં.3ના પરસાણાનગર શેરી નંબર-7 પાસે આવેલ રેલ્વે ટ્રેકના નાલા નીચે અને રેલ્વે ટ્રેકની આજુબાજુમા બેસુમાર ગંદકી અને ગટરના તેમજ વરસાદી પાણીના ભરાવાના કારણે ખૂબ જ દુર્ગંધ આવે છે. તેમજ આ ગંદુ પાણી આ વિસ્તારના પીવાના પાણીની પાઈપ લાઈનમાં અને ભુગર્ભમાં ઉતરતા અહીં વસવાટ કરતા લોકોના વ્યાપક જનહિતના આરોગ્ય સામે ગંભીર પ્રકારનો ખતરો ઉભો થયો છે.

આ પ્રશ્નોના નિરાકરણ માટે અમારા દ્વારા રેલ્વે વિભાગના જવાબદાર અધિકારીઓને રજુઆત કરી સ્થાનીક જગ્યાએ વિઝિટ કરાવી સમસ્યાઓથી અવગત પણ કરાવેલ પરંતુ નિભંર તંત્ર દ્વારા આ સમસ્યાઓનો હજુ સુધી ઉકેલ લાવવામા આવ્યો નથી ત્યારે જવાબદાર વિપક્ષ તરીકે વ્યાપક જનહિતના આરોગ્યને અસર કરતા પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવા આ સાથે સ્થળ સ્થિતીના ફોટોગ્રાફ સામેલ રાખી આ પ્રશ્નના ઉકેલ માટે આપને નમ્ર રજુઆત છે અન્યથા આ પ્રશ્નને અમારે લોકોને સાથે રાખી રેલ્વે તંત્ર સામે ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂૂર પડયે આક્રમક આંદોલન કરવાની ફરજ પડશે જે અંગે ગંભીરતા લઈ સત્વરે અમારી આ રજુઆત ઉપર કાર્યવાહી કરવા ગાયત્રીબા એ. વાઘેલા ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરાઇ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement