For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેર પોલીસમાં મનપસંદ જગ્યાએ બદલીની હોડ: વધુ 29ની બદલી

05:57 PM Sep 11, 2024 IST | Bhumika
શહેર પોલીસમાં મનપસંદ જગ્યાએ બદલીની હોડ  વધુ 29ની બદલી
Advertisement

રાજકોટ શહેરમાં પોલીસ કર્મચારીઓની બદલીઓનો દૌર ચાલી રહ્યો છે ત્યારે મલાઈદાર અને પસંદગીદાર જગ્યા ઉપર પોસ્ટીંગ મેળવવા માટે ભલામણોનો દૌર પૂર્ણ થયા બાદ હવે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ માંગણી મુજબની બદલીઓના હુકમો શરૂ કર્યા છે. આજે 16 પીએસઆઈની આંતરીક બદલી બાદ 29 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. આ બદલીના હુકમોમાં પણ અગાઉ જે કામગીરી કરનાર રહી ગયા અને ભલામણ વાળા ફાવી ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

બે દિવસ પૂર્વે 44 પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા હતાં. જેમાં ક્રાઈમ બ્રાંચ, પીસીબી, એસઓજી અને આર્થિક ગુના નિવારણ શાખા સહિતના મહત્વની બ્રાંચમાં માંગણી મુજબની બદલીઓ કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ તમામ પોલીસ મથકમાંથી બદલી માંગતા કર્મચારીઓનું લીસ્ટ મંગાવ્યું હતું. જેમાં 200 થી વધુ કર્મચારીઓએ બદલીઓ માટેની માંગણી કરી હતી. આ માંગણીઓમાં જે યોગ્ય કારણથી બદલીની માંગ કરવામાં આવી હોય તેવા કર્મચારીઓના બદલે ભલામણ કરનાર પોલીસ કર્મચારીઓ ફાવી ગયા હતાં અને માંગણી મુજબની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં કેટલાક પીએસઆઈ અને પીઆઈએ પોતાના આંગણીયાત તરીકે અગાઉ જ્યાં તેમની સાથે ફરજ બજાવતાં તે આખા સ્ટાફને પોતાની સાથે કરી લીધો હોવાનો ઘાટ જોવા મળ્યો હતો. ત્યારે 44 કર્મચારીઓની બદલીઓ બાદ વધુ 29 પોલીસ કર્મચારીઓની બદલીનો હુકમ આજે બપોરે કરવ્માં આવ્યો હતો.

Advertisement

આ હુકમમાં પણ અગાઉની યાદી મુજબ અમુક અધિકારીઓના માનીતા પોલીસ કર્મચારીઓને તેમના કહ્યા મુજબ તેમના સ્ટાફને તેમના તાબા હેઠળ ગોઠવવામાં આવ્યો છે. ગોઠવણ મુજબની આ બદલીઓ બાદ હવે રાજકોટ શહેરમાં કદાચ આગામી દિવસોમાં પીસીબી અને ક્રાઈમ બ્રાંચ તેમજ અન્ય બ્રાંચમાં દારૂ, જુગારના અને ગુના નિવારણ અને ગુનાના ભેદ ઉકેલવામાં અલગ અલગ ટીમો કામ કરશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અન્ય શહેરો જેવા કે અમદાવાદ, સુરતમાં જેમ અલગ અલગ બ્રાંચોમાં વિભાગો પાડવામાં આવ્યા છે તેમ રાજકોટમાં પણ હવે કામગીરી થાય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement