પિતાએ જન્મદિવસ ઉજવવાની ના પાડતા પુત્રનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
ઉનાના યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
ઉનાનામાં રહેતા યુવાનનો જન્મદિવસ હતો પરંતુ પિતાએ જન્મદિવસ ઉજવવાની ના પાડતા તેણે લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ ઉનામાં દેલવાડા રોડ પર વિદ્યાનગર સોસાયટીમાં રહેતો દર્શક બાબુભાઇ કવા (ઉવ.22) નામના યુવાને ગઇકાલે સાંજે પોતાના ઘરે ઘઉંમાં નાખવાનો પાવડર પી લેતા તેને સારવાર માટે પ્રથમ ઉના બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર દર્શક ચારભાઇ એક બહેનમાં નાનો અને મેડીક્લ સ્ટોરમાં નોકરી કરે છે. વધુ તપાસમાં ગઇકાલે દર્શકનો જન્મદિવસ હોવાથી તેને બર્થ ડે ઉજવવો હતો પરંતુ તેના પિતા બાબુભાઇએ જન્મદિવસ ઉજવવાની ના પાડતા લાગી આવવાથી તેણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. હાલમાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.