રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પિતા પૈસા કમાવવામાં, માતા રીલ બનાવવામાં વ્યસ્ત, પાટીદારોની દીકરીઓ વિધર્મીઓ સાથે બનાવે છે સંબંધ

04:00 PM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

પાટીદારો મુદ્દે વિપુલ ચૌધરી બાદ કાજલ હિન્દુસ્તાનીના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. મોરબી ખાતે એક સામાજીક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દિકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બનાવતી હોવાના આરોપ લગાવ્યા છે. કાજલ હિન્દુસ્તાનીના આ વાયરલ વીડિયોથી પાટીદાર સમાજમાં વિરોધના સુર ઉઠ્યો છે. કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ થયા બાદ મનોજ પનારા સહિતના આગેવાનોએ ફરીયાદ નોંધાવવાની તૈયારી કરી છે. મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જશે. મનોજ પનારાએ જણાવ્યું કે, કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન પાયાવિહોણું છે. કાજલ હિન્દુસ્તાની માફી માગે, કાજલ હિન્દુસ્તાની ભાષાની મર્યાદા રાખે.

Advertisement

કાજલ હિન્દુસ્તાનીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા મામલો ગરમાયો છે. કાજલ હિન્દુસ્તાની કહે છે કે, પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂૂપિયા પડ્યા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.

કાજલ હિન્દુસ્તાની પોતાને એક ઉદ્યોગસાહસિક, સામાજિક કાર્યકર્તા, સંશોધન વિશ્ર્લેષક, રાષ્ટ્રવાદી અને ગૌરવપૂર્ણ ભારતીય તરીકે વર્ણવે છે. ટ્વિટર પર તેના 92,000 ફોલોઅર્સ છે. તે જામનગર, ગુજરાતની રહેવાસી છે. કાજલ હિન્દુસ્તાની અવારનવાર હિન્દુ સંગઠનોના કાર્યક્રમોમાં જોવા મળે છે. તે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમોમાં ભાગ લેતી રહે છે. સોશિયલ મીડિયા પર તે ધર્માંતરણ અને હિંદુત્વના મુદ્દે પોતાનો અવાજ ઉઠાવે છે. કાજલ હિન્દુસ્તાનીનું પહેલાનું નામ કાજલ શિંગલા હતું અને તે પોતાને ગુજરાતની સિંહણ કહે છે. તેણી કહે છે કે તે હંમેશા રાષ્ટ્રવાદી વિચારોને વળગી રહે છે અને તેથી જ તેણે કાજલ જયહિંદના નામે તેનું ટ્વિટર એકાઉન્ટ પણ બનાવ્યું છે. કાજલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત અનેક ટીવી ડિબેટ અને ઈવેન્ટ્સમાં નિયમિતપણે ભાગ લેતી જોવા મળે છે. તે હંમેશા ભારતીય સંસ્કૃતિ અને ધર્મો વિશે જાગૃતિ ફેલાવવાની વાત કરતી જોવા મળે છે.

Tags :
gujaratgujarat newsKajal Hindustanimorbimorbi news
Advertisement
Next Article
Advertisement