રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નાગબાઈપરામાં પુત્રી સાથે મજાક મજાકમાં ઝેર પી લેનાર પિતાનું મોત

05:13 PM Jan 13, 2025 IST | Bhumika
Advertisement

શહેરમાં કોઠારિયા સોલલન્ટ વિસ્તારમાં આવેલ નાગબાઈપરામાં રહેતા યુવાને પુત્રી પાસે 10 રૂપિયા માંગતા જમવા બેઠેલી પુત્રીએ હાથ ધોઈને આપવાનું કહેતા પિતાએ મજાક મજાકમાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટુંકી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતાં પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કોઠારિયા સોલલન્ટ વિસ્તારમાં આવેલ નાગબાઈપરામાં રહેતા કમલેશભાઈ ડાયાભાઈ રાઠોડ નામનો 42 વર્ષનો યુવાન પાંચ દિવસ પૂર્વે પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના 8:30 વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી.

Advertisement

યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક કમલેશભાઈ રાઠોડ બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં ત્રણ પુત્રી છે. કમલેશભાઈ રાઠોડે જમવા બેઠેલી પુત્રી પાસે 10 રૂપિયા માગતા પુત્રીએ હાથ ધોઈને આપવાનું કહેતા કમલેશભાઈ રાઠોડે પુત્રી સાથે મજાક મજાકમાં ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુતપાસ હાથ ધરી હતી.

Tags :
deathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement