રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટના છેતરપીંડીના ગુનામાં મસ્ક્ત ભાગી ગયેલા પિતા-પુત્ર સાત વર્ષે ઝડપાયા

04:50 PM Oct 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

એલસીબી ઝોન-1ને મળેલી બાતમીના આધારે મુંબઇથી મરક્ત ભાગે તે પૂર્વે બંનેને ઝડપી લીધા

રાજકોટના મહિલા પોલીસ સ્ટેશને છેતરપીંડી અને શારીરિક માસિક ત્રાસના ગુનામાં સાત વર્ષથી વોન્ટેડ મસક્ત ભાગી ગયેલા પિતા-પુત્રને રાજકોટ એલસીબી ઝોન-1ની ટીમે મુંબઇથી ઝડપી લીધા હતા. આ પિતા-પુત્ર મુંબઇથી ફરી વિદેશ ભાગી જાય તે પૂર્વે જ રાજકોટ પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.

મળતી વિગતો મુજબ, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં ફરાર થઇ ગયેલા આરોપીઓને પકડી પાડવા સુચના આપી હોય જે અન્વયે ઝોન-1 નાસતા-ફરતા સ્કોવર્ડના ટીમના પી.એસ.આઇ. બી.વી.બોરીસાગર અને તેમની ટીમે બાતમીના આધારે રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનના 498 તેમજ છેતરપીંડીના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર થયેલા અને મસક્ત ભાગી ગયેલા પિતા-પુત્ર મુંબઇ આવ્યા હોવાની બાતમીના આધારે મહારાષ્ટ્ર મુંબઇના બોરીવલી વેસ્ટ, ચીકુવાડીક પદ્માનગર એલ.ટી.ી. શિમ્પોલી રોડ પર દિવ્યજ્યોત સી.એચ.એસ. એ-701માં રહેતા હરસિદ્ધ બિપનીચંદ્ર પંડ્યા (ઉ.વ.42) અને તેના પિતા બિપનીચંદ્ર પડ્યા (ઉ.વ.74)ની ધરપકડ કરી રાજકોટ લાવવામાં આવ્યા હતા. પિતા-પુત્ર બન્ને છેલ્લા સાત વર્ષથી ફરાર હોય અને મસક્તમાં રહ્યા બાદ થોડા સમય માટે મુંબઇ આવ્યા હતા અને ફરી વિદેશ ભાગી જાય તે પૂર્વે જ રાજકોટ પોલીસે આ બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Tags :
fraudgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement