For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેટોડામાં ટ્રકે બાઈકને ઠોકરે લેતા પિતા-પુત્રનાં મોત

06:17 PM Feb 02, 2024 IST | Bhumika
મેટોડામાં ટ્રકે બાઈકને ઠોકરે લેતા પિતા પુત્રનાં મોત

પોલીસે પહોંચી ટ્રક ચાલકને સકંજામાં લીધો: પિતા-પુત્રનાં મોતથી પરિવારમાં અરેરાટી

Advertisement

શહેરની ભાગોળે ઘણા સમયથી અકસ્માતની ઘટના બને છે. અકસ્માતને પગલે કોઈ પરિવાર દ્વારા તેના સ્વજનો ગુમાવવાનો વારો આવે છે ત્યારે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઈડીસી ગેઈટ નંબર-1 પાસે પુર ઝડપે આવી રહેલા ટ્રકે ઠોકરે ચડાવતા બાઈક સવાર પિતા-પુત્રના મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ થતાં જ મેટોડા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રક ચાલકને સકંજામાં લઈ લીધો હતો. તેમજ મૃતકના પરિવારનો સંપર્ક કરવા તજવીજ શરૂ કરી હતી.

બનાવની વધુ વિગતોનુસાર કાલાવડ રોડ પર વડવાજડી ગામે રહેતા સંજયસિંહ જીલુભા ભાટી (ઉ.વ.25) અને તેમના પિતા જીલુભા (ઉ.વ.62) બન્ને બાઈકમાં બેસી મેટોડા તરફ જતા હતાં ત્યારે મેટોડા જીઆઈડીસી ગેઈટ નંબર-1 નજીક પુર ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે ઠોકરે ચડાવતા પિતા-પુત્ર રસ્તા પર ફંગોળાયા હતાં. અને તેમના પર ટ્રકના વ્હીલ ફરી વળતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. આ સમગ્ર ઘટનાને પગલે મેટોડા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રકના ચાલકને સકંજામાં લઈ તેમની પુછપરછ શરૂ કરી હતી.

Advertisement

મૃતક મુળ જામકંડોરણાના ઉમરાળી ગામના વતની છે સંજયસિંહ નાની અમરેલી ખાતે ફેક્ટરીમાં મજુરી કામ કરે છે. તેમજ જીલુજી ખેતમજુરી કરે છે. મૃતક સંજયસિંહને સંતાનમાં એક દિકરો એક દિકરી છે. તેમના મૃત્યુથી બન્ને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમજ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement