વઢવાણ પાસે યુટિલિટી અડફેટે પિતા-પુત્રના મોત
14 વર્ષના પુત્રને ધો.9ની પરીક્ષા ચાલી રહી હતી: પિતા સ્કૂલે મૂકવા જતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની
વઢવાણ તાલુકાના કરણગઢ પાસે પૂરપાટ ઝડપે આવતી યુટીલીટીના ચાલકે રોંગ સાઇડમાં આવીને બાઇકને ઠોકર મારી હતી. જેમાં મૂળ ધ્રાંગધ્રા તાલુકાના પ્રુથુગઢ ગામના વતની અને હાલ સુરેન્દ્રનગર રહેતા પિતા, પુત્રના મોત થયા હતા.
પ્રુથુગઢ ગામના વતની રામજીભાઇ રતીલાલ માધર છેલ્લા 7 વર્ષથી પરિવાર સાથે સુરેન્દ્રનગર મુનીબાપુના આશ્રમ પાસે રહીને સેન્ટિંગ કામનો વ્યવસાય કરતા હતા. તેમના માતાજી કરણગઢ ગામે આવેલા છે. ત્યાં વરૂૂણનો ધાર્મિક પ્રસંગ હોય રામજીભાઇ પરિવાર સાથે બાઇક લઇને કરણગઢ ગયા હતા. જ્યાંથી વહેલી સવારે બાઇક લઇને પુત્ર સાથે સુરેન્દ્રનગર આવવા માટે નીકળ્યા હતા. હજુ કરણગઢથી 2 કિમી દૂર પણ પહોંચ્યા ન હતા ત્યાં લીલાનાળીયેર ભરેલી યુટીલીટીના ચાલકે રોંગ સાઇડમાં આવીને કારને જોરદાર ટક્કર મારી હતી. આથી પિતા-પુત્ર ફંગોળાઇ ગયા હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઇજા થતા 35 વર્ષના રામજીભાઇ રતીલાલ માધર અને તેમનો 14 વર્ષનો પુત્ર વિવેકના મોત થયા હતા. અકસ્માત સર્જનાર યુટીલીટીનો ચાલક ભાગી ગયો હતો. આ બંને ડમ્પર જપ્ત કરી કિંમત રૂૂ.59,46,760નો મુદ્દામાલ ઝડપી પાડીને બંને ડમ્પરને સીઝ કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે મૂકી વાહન માલિક વિરૂૂદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પુત્રને પરીક્ષા હોવાથી પિતા-પુત્ર સવારે નીકળ્યા હતા વિવેક ધો.9માં અભ્યાસ કરતો હતો વર્તમાન સમયે તેની પરીક્ષા ચાલી રહી છે. આથી તેને સવારે પેપર હોય તેના પિતા પરીક્ષા અપાવવા માટે તેને લઇને કરણગઢથી વહેલી સવારે નીકળ્યા હતા. અકસ્માતમાં બંનેને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.