રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જીવલેણ બન્યો હાર્ટ એટેક.!!! સુરતમાં શિક્ષિકાને ઊંઘમાંજ આવ્યો હાર્ટ એટેક, રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં

12:47 PM Dec 26, 2023 IST | Bhumika
Advertisement

 

Advertisement

હાલ રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થિયા રહ્યો છે. ત્યારે વધુ એક હાર્ટ અટેકનો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતમાં એક શિક્ષકાને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે.શિક્ષકાને ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં ખાનગી શાળામાં નોકરી કરતા 50 વર્ષીય શિક્ષિકા મનિષાબેન પટેલને હાર્ટ અટેક આવ્યો હતો. શિક્ષિકા રાત્રે સુતા હતા ત્યારબાદ તે સવારે ઉઠ્યા જ નહીં. શિક્ષિકાને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા તેનું મોત ગયું. સવારે તેઓ ઉઠ્યા નહીં જેથી પરિવારે પરિવારે 108ને બોલાવી અને તેમને તાત્કાલિક હોસ્પિટલલઇ જવામાં આવ્યા જ્યાં પર હાજર ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મહત્વની વાત એ છે કે શિક્ષિકાને કોઈ પ્રકારની બીમારી પણ નહોતી. એવામાં અચાનક તેમને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતાં પરિવારના સભ્ય આઘાતમાં છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે મહિલાના મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

 

 

Tags :
gujaratgujarat newsHealthhealth newsheart attacksuratsurat newsteacher death
Advertisement
Next Article
Advertisement