For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જીવલેણ હાર્ટ એટેક !! બનાસકાંઠામાં 17 વર્ષીય યુવાન ક્રિકેટ રમતાં-રમતાં ઢળી પડ્યો

01:17 PM Dec 18, 2023 IST | admin
જીવલેણ હાર્ટ એટેક    બનાસકાંઠામાં 17 વર્ષીય યુવાન ક્રિકેટ રમતાં રમતાં ઢળી પડ્યો

Advertisement

રાજ્યમાં ઘણા સમયથી હાર્ટ અટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. વૃદ્ધોથી લઈને યુવાનો સુધીની હાર્ટ એટેકની ફરિયાદો વચ્ચે હવે નાના બાળકોમાં પણ હાર્ટ એટેકથી મોત થવાં લાગ્યા છે. ત્યારે બનાસકાંઠામાં 17 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી વિગતો મુજબ બનાસકાંઠામાં હાર્ટ એટેકથી મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાના ધાનેરા નગરમાં 17 વર્ષીય યુવકને ક્રિકેટ રમતાં રમતાં હાર્ટ એટેક આવ્યો હતો. ધાનેરાના આશાસ્પદ યુવક વિપુલને ગત રવિવારે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું આજે મોત નીપજ્યું થયું . યુવકના મોતના સમાચારથી પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement