રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકામાં બોટમાં પેસેન્જર ભરવા બાબતે યુવાન ઉપર જીવલેણ હુમલો

11:52 AM Dec 28, 2023 IST | Bhumika
Advertisement

દ્વારકા તાલુકાના રહેતા મનીષભા લગધીરભા સુમણીયા નામના 23 વર્ષના હિન્દુ વાઘેર યુવાન સાથે દ્વારકામાં ગોમતીઘાટ પાસેના વિસ્તારમાં પેસેન્જર બોટ બોટમાં પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી કરી અને રાજાભા ગગાભા માણેક, કણભા ગગાભા માણેક, હાડાભા ગગાભા માણેક તેમજ રાજાભા અને હાડાભાના દીકરાઓ, ભાવેશ કણભા, બલી સુરાભા મકવાણા તેમજ ત્રણ અજાણ્યા શખ્સો મળી કુલ 10 શખ્સોએ એકસંપ કરી, ગેરકાયદેસર રીતે મંડળી રચી અને ફરિયાદી મનીષભા ઉપર લોખંડના પાઇપ, છરી તેમજ હાથમાં પહેરેલા કડા વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, પથ્થરના છુટા ઘા મારીને ઇજાઓ કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 323, 324, 307, 504, 506 (2), 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

બે સ્થળોએ જુગાર દરોડા: ચાર મહિલાઓ સહિત 11 ઝબ્બે
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં પોલીસે ગત સાંજે જુગાર દરોડો પડી, જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા કાદર ગુલામ શેખ, અસલમ કાદર મુસ્લિમ, સુલતાન કાદર શેખ ફકીર, અફસાના સુલતાન, હસીનાબેન કાદર, અમીનાબેન ઓસમાણ શેખ ફકીર, રોશનબેન રજાક સુંભણીયા અને અફસાનાબેન રિઝવાન સુંભણીયાને ઝડપી લઇ, કુલ રૂૂપિયા 10,140 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં મીઠાપુર પોલીસે સુરજકરાડી ખાતેથી ડુડા રણમલ રાઠોડ, હરીશંકર શિવદ્દીન શર્મા અને વિજય કાકુભાઈ જોગિયાને ગંજીપત્તા વડે જુગાર રમતા ઝડપી લઇ, રૂપિયા 2,710નો મુદ્દામાલ કબજે કર્યો છે.

કલ્યાણપુરમાં વિદેશી દારૂ, સાથે બે શખ્સો ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે લાલો હાલુભા જાડેજા નામના 31 વર્ષના પોલીસે રૂૂપિયા 2,400 ની કિંમતના જુદા જુદા બ્રાન્ડના 24 ચપલા સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે રાણપરના સાગર બાવાજીનું નામ ખુલવા પામ્યું છે. અન્ય એક કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રાહુલ વેજાણંદભાઈ ભોચીયા નામના 25 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 1,200 ની કિંમતની વિદેશી દારૂની ત્રણ બોટલ કબજે લીધી હતી. આ પ્રકરણમાં ભોપલકાના દિગ્વિજયસિંહ ઉર્ફે લાલો જાડેજાને ફરારી જાહેર કરવામાં આવ્યો છે.

Tags :
attackDwarkadwarka newsgujaratgujarat mews
Advertisement
Next Article
Advertisement