રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકાના યુવાન પર હથિયારો વડે જીવલેણ હુમલો: મહિલા સહિત 14 સામે ફરિયાદ

11:06 AM Mar 27, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

દ્વારકા તાબેના વરવાળા ગામે રહેતા જુમાભાઈ ઉર્ફે ડાડો ઈશાભાઈ જુસબભાઈ ઢોકી નામના 34 વર્ષના માછીમાર યુવાન ગઈકાલે મંગળવારે તેમના પત્નીને સાથે લઈ અને દવાખાને જઈ રહ્યા હતા, ત્યારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પસાર થતા અહીં અગાઉના ઝઘડા તથા તકરારનો ખાર રાખી અને પૂર્વયોજીત કાવતરું રચીને આરોપી ગુલાબ હુસેન ઈસા લુચાણી, ઈસ્માઈલ ઈસા લુચાણી, જેનુલ ઈસા, ગફુર ઈસા, ઈરફાન ઉર્ફે લાલુ કાસમ, કાસમ ઈસા, સતાર સુમાર ઢોકી, સાદિક સત્તા ઢોકી, હાસમ સુમાર ઢોકી, ઈમરાન હાસમ ઢોકી, અસગર સતાર ઢોકી, સબીર સતાર ઢોકી અને રુકસાના ઉર્ફે રૂકુ હાસમ ઢોકી નામના 14 શખ્સોએ એકસંપ કરી અને ફરિયાદી જુમાભાઈ ઢોકી ઉપર ભાલુ, છરી, લોખંડના પાઇપ, લાકડીઓ, ધોકા વિગેરે જેવા હથિયારો વડે તૂટી પડ્યા હતા.

આમ, ગેરકાયદેસર રીતે મંડળી રચી અને આરોપીઓએ ફરિયાદી જુમાભાઈ ઉપર હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, અને તેમની મોટરકારમાં હથિયારો વડે નુકસાની કર્યાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવે છે. જે અંગે પોલીસે આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 323, 504, 120 (બી), 427, 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.

 

મીઠાપુરના યુવાનને અપમાનિત કરી, હુમલો કરતા બે શખ્સો સામે ફરિયાદ

મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા અરજણભાઈ અજુભાઈ રોશિયા નામના 27 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનને શિવરાજપુર પાટીયા પાસેના માર્ગે જતા અનિલ માણેક અને રમેશ રવુભા સુમણીયા દ્વારા બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની તથા ઢીકા-પાટુનો માર માર્યાની તથા ફરિયાદી અરજણભાઈની મોટરકાર પર પથ્થરના ઘા મારી, કાચ તોડી નાખ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 323, 504, 427, 114 તથા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Tags :
Dwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement