રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાવળા-બગોદરા હાઈવે પર ભયંકર અકસ્માત: ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ કાર, 2ના મોત

01:20 PM Dec 05, 2023 IST | Bhumika
Advertisement

 

Advertisement

હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બગોદરા હાઇવે પર ભામાશરા પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર ચાલતી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે 2 લોકો ઘાયલ થતા હતાં અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર મૂળ જામનગરના અને હાલ દુબઈમાં રેહનારા હિતેશભાઈ મનસુખભાઈ પટણી તેમના પત્ની રમાબેન હિતેશભાઈ પટણી સાથે દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટથી કારમાં જામનગર જઈ રહ્યા હતા. દરમિયાન બાવળા બગોદરા હાઈવે પર ભામશરા ગામ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ચાલતી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે રાહદારીઓના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
accidentBavla-Bagodara highwayBavla-Bagodara highway accidentcar accidentdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement