રાજકોટ-ભાવનગર રોડ પર મહિકા નજીક ગમખ્વાર અકસ્માત: બોલેરો કાર પુલ પરથી નીચે ખાબકતા 2 લોકોના મોત
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વહારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ ભાવનગર હાઇવે પર ગઈ કાલે મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અક્સંતમાં 2 લોકોના મોત થયાં છે. બોલેરો ગાડી પુલ ઉપરથી ખાબકતાં અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં રાજકોટ માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક કાર્યપાલ ઈજનેર અને બહુમાળી ભવનમાં કોન્ટ્રેક્ટ બેઝ ડ્રાઇવરનું મોત થયું છે. ભાવનગરથી પરત રાજકોટ ફરતા સમયે મહીકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે ગોળાઈમાં સરકારી ગાડી રોડની સાઈડનું ડિવાઈડર તોડી 10 ફૂટ નીચે નાળામાં ખાબકી હતી. આ ઘટનામાં કારચાલક અને R&Bના અધિકારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સ્થાનિક રાહદારીએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ ભાવનગર-હાઇવે પર મહીકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે રોડની સાઈડનું ડિવાઈડર તોડી બોલેરો કાર 10 ફૂટ નીચે નાળામાં ખાબકી હતી. રાત્રિના 11 વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો હતો. આજે સવારે સ્થાનિક રાહદારીએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતાં મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. રસ્તા પર ગોળાઈ પાસે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કાર નીચે ખાબકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.