રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઘૂસી કાર જતાં 3નાં મોત

10:20 AM Jan 08, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ભરૂચના અંકલેશ્વરમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-48 પર એક પૂરપાટ દોડતી કાર ટ્રકના પાછળમાં ઘૂસી જતાં ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ૩ લોકોના મોત થયાં છે. જયારે 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. કારમાં સવાર 7 લોકો સવાર હતાં. આ ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.ઘટનાને પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરોઢે પૂરપાટ ઝડપે જતી અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. અજમેરમાં ઉર્સની ઉજવણી કરીને પરત મુંબઇના પાલઘર ખાતે જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારના 7 પૈકી 3ના ઘટના સ્થળે કરુણ મોત થયાં હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. 108 એમ્બ્યુલન્સ, ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યૂ કરી 4 ઇજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસેડાયા હતા. જ્યાંથી ઇજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

મુંબઈના પાલઘરનો પરિવાર અજમેરમાં ઉર્સની ઉજવણી માટે 6 જાન્યુઆરીના રોજ ગયો હતો. ત્યાંથી ઉર્સની ઉજવણી બાદ પરિવાર મુંબઈ જવા પરત ફર્યો હતો. ત્યારે આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમાં અર્ટિગા કારનો બુકડો બોલી ગયો હતો. અને પરિવારના 7 સભ્યોમાંથી 3ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

મૃતકોનાં નામ
તાહીર શેખ (ઉ.વ. 32)
આયર્ન ચોગલે (ઉ.વ.23)
મુદ્દસરન જાટ (ઉ.વ.25)

Tags :
accidentAnkleshwarAnkleshwar newscar accidentdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement