ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દહીંમાંથી ફેટ કાઢી લીધા, શુદ્ધ ઘીમાં વેજીટેબલ ઘીની ભેળસેળ

04:41 PM May 30, 2025 IST | Bhumika
Advertisement

માધાપરની ખોડિયાર ડેરી અને પેડક રોડની હરે રામ હરે કૃષ્ણ ડેરીના નમૂના ફેઈલ, ફૂડ વિભાગે એજ્યુડિકેશન કાર્યવાહી હાથ ધરી

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ’ખોડિયાર ડેરી ફાર્મ’, માધાપર, ઈશ્વરીયા મહાદેવ મંદિર મેઇન રોડ, જામનગર રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "દહીં (લુઝ)" નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો "સબસ્ટાન્ડર્ડ" (ફેઇલ) જાહેર થયેલ તથા મનહર સોસાયટી પેડક રોડ ખાતે આવેલ હરેરામ હરેકૃષ્ણ ડેરી માંથી શુદ્ધ ઘીનો નમુનો લેવામાં આવેલ જેના રિપોર્ટમાં ઘીમાં વેજીટેબલ ફેટની મિલાવત આવતા બન્ને ડેરીના આસામીઓ વિરુદ્ધ એજ્યુડીકેશન કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

ફૂડ વિભાગ દ્વારા હરિધવા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 09 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ અને ચકાસણી દરમિયાન (01)ઓમ આયુર્વેદિક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ક્રિષ્ના મારવાડી પાણીપૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)જ.જ. દાળ પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)જયશ્રી ભવાની ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)બજરંગ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ગાંધી સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)સોનલ સુપર માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)મયુર ભજીયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)મોમાઈ લચ્છી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (10)હરિ યોગી લાઈવ પફ (11)જય મંદિર કોલ્ડ્રિંક્સ (12)મિલન ખમણ (13)ગૌતમ ફરસાણ (14)મિલન ભેળ (15)શ્રીજી આઇસ્ક્રીમ (16)ધ કેક સ્ટુડિયો (17)નીલકંઠ ડેરી ફાર્મ (18)ખોડિયાર સોડા શોપ (19)દરબાર ડાઈનિંગ હોલ (20)શિવ ફરસાણની ચકાસણી કરવામાં આવેલ હતી.

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ બદલ પાંચ પેઢીને કુલ 92,000નો દંડ
રાજકોટના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તાજેતરમાં વિવિધ સ્થળોએથી લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ (ગુણવત્તા વિહીન) જાહેર થતાં, એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સમક્ષ આ અંગેના કેસો ચાલી ગયા હતા. સુનાવણી બાદ, એડિશનલ કલેકટરે પાંચ કંપનીઓને તાત્કાલિક દંડ ફટકાર્યો છે, જે કુલ 92,000 રૂૂપિયા થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દામોદર ઓઈલ મિલ (જસદણ), રજવાડી ડેરી (જેતપુર), જય ખોડીયાર ડેરી (જામનગર રોડ, રાજકોટ), પટેલ સ્વીટ (રાજકોટ) અને રંગોલી ફૂડ (ધોરાજી) માંથી વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓનું પૃથક્કરણ કરવામાં આવતા, તે ગુણવત્તાના ધોરણો મુજબ ન હોવાનું જણાયું હતું.

પાંચ સ્થળેથી આઇસ્ક્રીમ કેન્ડીના નમૂના લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા નમુનાની કામગીરી દરમિયાન આજે માધાપર જીઆઈડીસીમાંથી ખુસ્બુ કાજુ-દ્રાક્ષ તથા બ્રેઝટ્સ, અમેરિકન નટ્સ તેમજ અંબિકા ટાઉનશીપ, ક્રિષ્ના માવાકેન્ડીમાંથી કેશર પિસ્તા કેન્ડી તથા શ્રીજી આઈસ્ક્રીમ પંચનાથ કોમ્પલેક્ષમાંથી વેલવેટ આઈસ્ક્રીમ અને વેનીલા આઈસ્ક્રીમ સહિતના પાંચ નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.

Tags :
Food Departmentgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement