For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી જિલ્લામાં ચોમાસા પૂર્વે જ ખાતરની અછતથી ખેડૂતો નારાજ

11:59 AM May 30, 2025 IST | Bhumika
મોરબી જિલ્લામાં ચોમાસા પૂર્વે જ ખાતરની અછતથી ખેડૂતો નારાજ

ચોમાસું નજીક છે અને ખેડૂતો વાવેતરની તૈયારી કરી રહ્યા છે પરંતુ ખેડૂતો માટે અતિ જરૂૂરી જ નહિ અનિવાર્ય DAP ખાતરની અછત સર્જાઈ છે ખાતર મળતું જ નથી અને યુરીયા ખાતર સાથે ફરજીયાત એમોનીયા ખાતર ખેડૂતોને પધરાવી દેવામાં આવી રહ્યું છે જેનાથી નારાજગી જોવા મળી રહી છે ખાતરની અછત અંગે ખેડૂતો વ્યથા ઠાલવી રહ્યા છે તો કૃભકો ડીરેક્ટર પણ ખાતરની અછત હોવાનો સ્વીકાર કરી રહ્યા છે.

Advertisement

મોરબીના ખેડૂતો ખાતરની અછતથી પરેશાન છે સરકાર DAP ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવી રહી નથી હાલ ખેડૂતો વાવેતર માટે તૈયારી કરી રહ્યા છે પરંતુ પાયામાં જરૂૂરી ખાતર જ મળતું નથી તો ખેડૂતો ક્યાં જાય. DAP ખાતર નથી તેની બદલે યુરીયા ખાતર આપવામાં આવે છે અને યુરીયા સાથે એમોનીયા ફરજીયાત પકડાવી રહ્યા છે 10 ગુણીઓ સાથે 02 ગુણીઓ ધરાર આપતા હોવાથી ખેડૂતો નારાજ છે કેન્દ્ર સરકારે ખાતર આયાત કર્યું ના હોવાથી અછત સર્જાઈ છે 105 ધારાસભ્ય ખેડૂતના છે તો કોઈ સરકારમાં રજૂઆત કેમ કરતા નથી તેમ પણ ખેડૂતોએ જણાવ્યું હતું.

ખાતરની અછતનો સ્વીકાર કૃભકો ડીરેક્ટર મગનભાઈ વડાવીયાએ પણ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે માત્ર મોરબી જીલ્લો નહિ સમગ્ર ગુજરાતમાં DAP ખાતરની અછત છે દેશમાં જરૂૂરતનું માત્ર 15 થી 20 ટકા ખાતર બને છે બાકી 80 ટકા આયાત કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધી રહ્યા છે અને આયાત ના થતા અછત પેદા થઇ છે વળી ખેડૂતોને યુરીયા સાથે ના જોઈતું ખાતર પધરાવી દેવામાં આવે છે જે યોગ્ય નથી જે અંગે સીએમ અને પીએમને માધ્યમો થકી રજૂઆત કરે છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં DAP ખાતર મળી રહે તેવી વ્યવસ્થાની માંગ કરી છે .

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement