For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અતિવૃષ્ટિથી બગડી ગયેલા પાક સાથે ખેડૂતો પહોંચ્યા ખંભાળિયા કલેક્ટર કચેરી

11:16 AM Oct 17, 2024 IST | admin
અતિવૃષ્ટિથી બગડી ગયેલા પાક સાથે ખેડૂતો પહોંચ્યા ખંભાળિયા કલેક્ટર કચેરી

દ્વારકા જિલ્લામાં થયેલી નુકસાનીનો સરવે કરાવી વળતર આપવા માંગ

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. ચોમાસાના ચાર મહિના ખેડૂતોના ખરીફ પાકો પાણીમાં જ ડૂબેલા રહ્યા છે એવું કહેવાય છે ત્યારે પાકોને વધારે પડતું પાણી મળવાના કારણે તેનો વિકાસ વૃદ્ધિ થવી જોઈએ તે થયો નહિ. છેલ્લા 10 વર્ષની સરખામણીએ દર વર્ષે વિધે 30 મણ મગફળી ઉતરતી હોય તો આ વર્ષે તે 8 થી 10 મણ જ ઉતરશે એટલે કે સીધું 60 થી 70 ટકા નુકશાન પરોક્ષ રીતે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે, તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

આ ઉપરાંત 18 જુલાઈથી 22 જુલાઈ અને 22 ઓગસ્ટથી 30 ઓગસ્ટ વચ્ચે જે અતિવૃષ્ટિ થઈ તેણે ખેડૂતોના પાકો તો ધોઈ નાખ્યા છે સાથે સાથે જમીન પણ ધોઈ નાખી છે. દ્વારકા જિલ્લામાં 30 થી 40 ટકા ખેડૂતો એવા છે કે જેણે ત્રણ ત્રણ વખત પાકના વાવેતર કર્યા છે. ચોમાસાની અતિવૃષ્ટિમાંથી જે પાકો માંડ માંડ જીવ બચાવી ઉભા રહ્યા હતા. ખેડૂતોએ તે પાકોમાં અનેક વખત ખાતર પોતર કરી, દવાઓ છાંટી ખૂબ માવજત કરી પાકોને બચાવ્યા અને હવે જ્યારે તેને લણણી કરવાનો સમય આવ્યો, ત્યારે જ કમોસમી વરસાદ થયો. જે ખેડૂતોએ પાક ઉપાડી લીધો હતો, તેનું તો સર્વસ્વ લૂંટાઈ ગયા સમાન છે. પણ જે ખેડૂતોએ કમોસમી વરસાદની આગાહી સાંભળી ઉપાડવાનું માંડી વાળ્યું હતું તેના પાકો પણ જમીનમાં હોવા છતાં તેમાં પણ ખૂબ મોટી નુકશાની છે.

Advertisement

ઉપરોક્ત બાબત રજૂ કરી અને ગુજરાતી કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલીયાના વળ પણ હેઠળ જિલ્લાના ખેડૂતોએ એકત્ર થઈ અને ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. અતિવૃષ્ટિ જેવા વરસાદના કારણે બગડી ગયેલા મગફળીના છોડ સાથે આવેલા ખેડૂતોએ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકશાન બદલ તેનો સર્વેની કામગીરી આજથી ચાલુ કરવામાં આવે સર્વેના રિપોર્ટ તૈયાર કરી, રાજ્ય સરકારને તાત્કાલિક મોકલી આપવામાં આવે તેવી માંગ કરી છે. દ્વારકા જિલ્લાને કેન્દ્ર સરકારના 2016 ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં દ્વારકા તાલુકામાં 393 ટકા, કલ્યાણપુર તાલુકામાં 225 ટકા અને ખંભાળીયા તાલુકામાં 267 ટકા તથા ભાણવડ તાલુકામાં 224 ટકા, વરસાદ ચાલુ વર્ષે નોંધાયો છે. છેલ્લા 30 વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દ્વારકા જિલ્લાનો સરેરાશ વરસાદ 267 ટકા થયો છે. જે ગુજરાતમાં સૌથી વધારે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement