For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં ઓલિમ્પિકની તૈયારી સામે ખેડૂતોનો વિરોધ

12:29 PM Jul 23, 2024 IST | admin
ગુજરાતમાં ઓલિમ્પિકની તૈયારી સામે ખેડૂતોનો વિરોધ

પેરિસમાં ઑલિમ્પિક 2024ની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને ભારત સહિત દુનિયાભરના ખેલાડીઓ ગણતરીના દિવસોમાં ફ્રાન્સની રાજધાનીમાં ભેગા થશે. ત્યારે ભારત ઘરઆંગણે તેના પોતાના ઑલિમ્પિક આયોજનના સ્વપ્ન માટે તૈયારી કરી રહ્યું છે.ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2036માં ભારત ઑલિમ્પિકની યજમાની કરે તેવી ઇચ્છા જાહેર કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે આ 1.4 અબજ ભારતીયોનું સપનું છે અને આવનારાં વર્ષોમાં ભારત રમતગમતના ક્ષેત્રમાં સુપરપાવર ધરાવતા દેશો પૈકીના એક દેશ તરીકે ઊભરશે. ભારતે 2010માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી પરંતુ તેણે ક્યારેય ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કર્યું નથી. અને ગુજરાત રમતજગતના મહાકુંભ ઑલિમ્પિકનું ભારતમાં આયોજન કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ સપનાના કેન્દ્રસ્થાને છે.આ માટે ગુજરાત સરકાર રાજ્યમાં કરોડો ડોલરના પ્રસ્તાવિત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે કમર કસી રહી છે.

Advertisement

અધિકારીઓએ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદની બહારના વિસ્તારમાં જમીનના સરવેનું કામ શરૂૂ કર્યું છે, જ્યાં સરકાર સ્પોર્ટ્સ સિટી બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. જોકે, આ મામલે ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી. અમદાવાદના સાણંદ તાલુકાનાં ગોધાવી, ગારોડિયા અને મણિપુર ગામોમાં જમીનનું સર્વેક્ષણ કરવામાં આવશે. સરકાર લગભગ 200 એકરથી વધારે જમીન પર સરવે કરી રહી છે. આ સરવે ગામના લોકોની ખાનગી માલિકીનાં ખેતરો પર થઈ રહ્યો છે.ગોધાવી ગામની વાસ્તવિકતા જુદી છે. ખેડૂતો ઑલિમ્પિક 2036 માટે ભારતની બિડની યોજનાથી નારાજ છે. તેમને ડર છે કે ઑલિમ્પિકના નામે તેમની જમીન લઈ લેવામાં આવશે અને તેઓ જમીનવિહોણા બની જશે. ગોધાવી, ગારોડિયા અને મણિપુર ગામના લોકો જમીનના સરવેનો વિરોધ કરી રહ્યા છે. ઘણા ખેડૂતોએ ગત જૂન મહિનામાં રસ્તાઓ પર આવીને વિરોધ કર્યો હતો.

ખેડૂતોએ ક્લેકટરને પત્ર લખીને ખેડૂતોની જમીન પર સરકારની સ્પોર્ટ્સ સીટી બનાવવાની યોજના વિશે વાતચીત કરવા માટે જણાવ્યું હતું.સરકારે એક અલગ કંપનીની સ્થાપના કરી છે જે ઑલિમ્પિક 2036 બિડ માટે છ હજાર કરોડના બજેટ સાથે છ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું નિર્માણ કરશે. આ કંપનીનું નામ પગુજરાત ઑલિમ્પિક પ્લાનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર કોર્પોરેશન લિમિટેડથ છે. આ એક પબ્લિક લિમિટેડ અને રાજ્ય સરકારની કંપની છે. આઈએએસ ઑફિસર એમ. થેનારાસન આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે.

Advertisement

સ્થાનિક ખેડૂતોને ભય છે કે ઑલિમ્પિક 2036ને કારણે ખેડૂતોને બદલે માત્ર બિલ્ડરો અને ક્ધસ્ટ્રક્શન કંપનીઓને જ ફાયદો થશે.
ઑલિમ્પિકના આયોજન પાછળ થતાં ખર્ચમાં ઘટાડો કરવો એ ઍજન્ડાની સૌથી મોટી પ્રાથમિકતાઓ પૈકીની એક છે. કોઈ દેશ કે શહેર ઑલિમ્પિક માટે નવાં સ્થળોનું નિર્માણ કરે છે કે પહેલાંથી જ બનેલાં સ્થળોનો ઉપયોગ કરે છે તે યજમાન નક્કી કરવા માટેનાં મહત્ત્વપૂર્ણ પરિમાણો પૈકીના એક છે. ઉદાહરણ તરીકે પેરિસ 95 ટકા જૂનાં બનેલાં મેદાનોનો ઉપયોગ કરશે, જ્યારે ઇટાલી (ઑલિમ્પિક 2026) 93 ટકા અને લોસ એન્જીલિસ (ઑલિમ્પિક 2028)માં 100 ટકા જૂનાં બનેલાં મેદાનોનો ઉપયોગ કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement