વાંકાનેરના જેતપરડા ગામે સોલાર પ્લાન્ટની વીજલાઇનની કામગીરી સામે ખેડૂતોનુ આવેદન
ખેડૂતોને નુકસાનો ન થાય તે રીતે વૈકલ્પિક રસ્તો આપવા માંગ
વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે ખાનગી કંપની દ્વારા સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવેલ હોય, જે કંપની દ્વારા હેવી વિજ લાઈન પાથરવા માટે કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી કરવામાં આવી રહી હોય, જેમાં જેતપરડા ગામના પાટળાના માર્ગ તેમજ મિનડોળીયુ સીમમાં 50 થી વધુ ખેડૂતો ખેતરના શેઢે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર મનમાની પુર્વક વિજપોલ ઉભા કરવાની કામગીરી સામે આજરોજ સ્થાનિક ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા વાંકાનેર મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક આ અયોગ્ય કામગીરી અટકાવી વિજ લાઇન માટે ખેડૂતોને નુક્સાન ન થાય તે રીતે વૈકલ્પિક રસ્તો આપવામાં માંગ સાથે ઉગ્ર રજૂઆતો કરી જલદ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.આ સમયે ખેડૂતો દ્વારા ખેડૂતોને નુક્સાન થાય તે રીતે નિયમો વિરુદ્ધ ખાનગી સોલાર પ્લાન્ટની વિજ લાઇન પાથરવાની કામગીરી માટે જવાબદાર ઓપેરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર એલ.એલ.પી., કનૈયા એન્ટ્રરપ્રાઇઝ, ક્લિનમેક્સ પાવરીંગ સોલાર કંપની તેમજ જવાબદાર કોન્ટ્રાકટર તથા પેટા કોન્ટ્રાકટર સામે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.