મોટી પાનેલીના ખેડૂતોએ પાક નુકસાની અંગે ધારાસભ્ય પાડલિયાને કરી રજૂઆત
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પંથકમાં કમોસમી વરસાદ ને પગલે સંપૂર્ણ ખેત જણસો નો સોથ વળી ગયો છે ત્યારે ખેડૂતો ની હાલત કફોડી દયનિય બની છે ખેડૂતો માયુસ બન્યા છે ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા વહેલી તકે પાંચરોજકામ દ્વારા સર્વે કરી તુરંત સહાય આપવા અંગેનો સરકાર દ્વારા ખેડૂત હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે તેમ છતાં ધરતીપુત્રોની ગંભીર પરિસ્થિતિ એ અન્નદાતાને ઉગ્ર બનાવી દીધા છે.
ત્યારે આજરોજ ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા પાનેલી મુકામે ભાજપના સ્નેહ મિલનમાં પધારવાનાં હોય ખેડૂતો એ અગાઉથી જ ધારાસભ્યને શાંતિપૂર્ણ રજૂઆતો કરવાની તૈયારીના ભાગરૂૂપે ધારાસભ્ય પાડલીયા ની રાહ જોઈને અત્રેના કડવા પટેલ સમાજ પાસે ભેગા થયેલા ત્યારે ધારાસભ્ય અને તાલુકા ભાજપ ટીમ સાથે પાનેલી ભાજપના હોદેદારો સાથે ખેડૂતોને જોઈને ગાડીમાંથી ઉતરી ખેડૂતોની રજુઆત ને શાંતિપૂર્ણ રીતે સાંભળી સરકારના ખેડૂત લક્ષી ઝડપી નિર્ણય અંગે ખેડૂતોને સમજાવી સરકાર ખેડૂતોની સાથે છે તેવી સાંત્વના આપી ખેડૂતોની નારાજગી દૂર કરવાનાં શાંતિપૂર્ણ જવાબો આપ્યા હતા કોઈ ખેડૂત સહાયથી વંચિત નહીં રહે તેવી સાંત્વના પણ ધારાસભ્ય પાડલીયા એ આપી હતી તેમ છતાં ખેડૂતોમાં મગફળી ખરીદીમાં સરકારની પીછેહટ ને લઈને વ્યાપક નારાજગી હતી.
ખેડૂતો ધારાસભ્યના જવાબથી નાખુશ થઇ જણાવેલ કે ધારાસભ્યએ અમોને અમારી માંગણી અંગે ખાતરી ના આપતાં અમારી માંગ અંગે અમો અડીખમ છીએ. આ અંગે ધારાસભ્ય સાથે વાત કરતા જણાવેલ કે સરકાર ખેડૂતોની સાથે જ છે અને તત્કાલ નિર્ણયો લઈ ખેડૂતોને સહાય મળે તેવા પ્રયત્ન માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી લઈ રહ્યા છે અને આગળ પણ ખેડૂતોના હિતની રજૂઆતો ભારપૂર્વક મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સમક્ષ કરીશ.
