રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતનાં ખેડૂતો રામભરોસે! પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 3 વર્ષથી બંધ

05:31 PM Feb 28, 2024 IST | Bhumika
Advertisement

ગઇકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે, છેલ્લા ચાર વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકના 35 થી 40 હજાર કરોડ રૂપિયા વિમા કંપનીઓ ચાંવ કરી ગઇ છે. અને આજે વિધાનસભામાં સતાવાર ખુલ્લાસો થયો છે કે, છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં વડાપ્રાધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ હાલતમાં છે. આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલ્લાસો કરવામાં આવ્યો છે કે, વિમા કંપનીઓના પ્રીમીયમના દર ઉચ્ચા આવવાથી ત્રણ વર્ષથી આ યોજના બંધ છે. અને હાલ કોઇ કુદરતી આપતીથી ખેતીવાડી પાકને નુકસાન થાય તો સ્ટેટ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફંડમાંથી અને રાજ્ય સરકારના બજેટમાંથી જરૂરિયાત પ્રમાણે જોગવાઇ કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે છે.

Advertisement

આજે 15મી વિધાનસભાના ચોથા સત્રમાં ગીરસોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચૂડાસમાના પ્રશ્ર્નોના જવાબમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનના અમલીકરણ માટે વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 માટે ટેન્ડર બહાર પાડવમાં આવ્યા હતા. અને સંપૂર્ણ નિયમ અનુસાર ટેન્ડર બહાર પાડવામાં આવેલ પંરતુ વિમાકંપનીઓ દ્વારા ખૂબ ઉચ્ચા ભાવે પ્રીમીયમની માંગણી કરવામાં આવેલ હતી. જેને હિસાબે સરકારે આ વિમો લેવાનુ જ બંધ કરી દીધુ છે. અને ખેડૂતો માટે હવે પાક વિમાનો સત્તાવર કોઇ ઓપ્શન જ રહેતો નથી. કુદરતી આફતો આવે ત્યારે સરકાર દ્વારા એસડીઆરએફ અંતર્ગત ભંડોળની જોગવાઇ કરીને અતિવૃષ્ટિ કે વાવઝોડા સમયે ખેતીવાડીના પાકોને નુકશાન થાય તો સરવે કરીને ખેડૂતોને સહાય ચૂકવામાં આવે છે. જો કે હાલમાં સરકાર દ્વારા વાવાઝોડા સમયે ફક્ત રૂા.79 કરોડનુ ચુકવણુ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત દુષ્કાળ જેવી પરિસ્થતીમાં ખેડૂતોને પાક નિષ્ફળ જાય ત્યારે એસડીઆરએફની જોગવાઇઓ લાગુ પડે કે કેમ તે બાબતે પણ જાણકારો આશંકા વ્યકત કરી રહ્યા છે. દુષ્કાળની પરિસ્થતીમાં પાક વિમો ન હોવાથી સરકાર હવે સ્પેશીયલ ઠરાવ અલગથી ભંડોળ ફાળવીને ચૂકવણા કરવા માટે પ્રકિયા કરવી પડે છે.

 

5 વર્ષ પહેલાં 2641 કરોડનુ પ્રીમિયમ ચૂકવી દેવાયું છતા સોમનાથ જિલ્લામાં 10825 ખેડૂતોને વીમો બાકી
વર્ષ 2019ના ખરીદ પાક માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂા.1523,75,786- ,રાજ્ય સરકાર દ્વારા રૂા.692,50,00,000 અને ખેડૂતોએ રૂા.426,06,19,292 રકમ મળી કુલ રૂા.2641નુ માતબર પ્રીમીયમ ખાનગી વિમા કંપનીઓએ ઉડસેલી લીધા હોવા છતા ફક્ત એક જ જિલ્લાના 10825 ખેડૂતોને કરોડો રૂા.નો વિમો હજુ ચૂકવાનો બાકી છે. જેમાં ગીરગઢડા તાલુકાના 21, કોડીનારના 1738, પાટણ-વેરાવળના 6111, સુત્રાપાડાના 2893, તાલાલાના 52, અને ઉનાના 10 ખેડૂતોનો સમાવેશ આ બધા ખેડૂતો વચ્ચે 5 વર્ષ પહેલાના ચોમાસાના કુલ રૂા.4,12,65,923 હજી ચૂકવાના બાકી છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement