ગુજરાતમાં ખેડૂતો માટે ફરી ચિંતા, ફેબ્રુઆરીમાં પણ ખાબકશે માવઠું
ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં મોટો બદલાવ આવવાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, ફેબ્રુઆરીની શરૂૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું અને કરા પડવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
30 અને 31 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે.જેના કારણે ફેબ્રુઆરીની શરૂૂઆત સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. 2,3 અને 4 ફેબ્રુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, વડોદરા, નડિયાદ અને આણંદ, ખંભાત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, કલોલ, પંચમહાલ, સાબરકાંઠા અને મહેસાણા જેવા વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે.
આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે માવઠાના કારણે પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.
ખાસ કરીને જે પાક લણણી માટે તૈયાર છે, તેમને વધુ નુકસાન થઈ શકે છે. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને પોતાના પાકની સંભાળ રાખે અને જરૂૂરી પગલાં લે જેથી નુકસાન ઓછું કરી શકાય.