For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં અમિત શાહની હાજરીમાં ખેડૂતોનું વિરાટ શકિત પ્રદર્શન

03:54 PM Sep 22, 2025 IST | Bhumika
રાજકોટમાં અમિત શાહની હાજરીમાં ખેડૂતોનું વિરાટ શકિત પ્રદર્શન

ડિસ્ટ્રિકટ બેંક, જિલ્લા દૂધ સંઘ સહિતની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા

Advertisement

જિલ્લાભરના સહકારી પરિવારનો જમાવડો, ડિસ્ટ્રિકટ બેંક, રાજકોટ ડેરીના વાર્ષિક અહેવાલો રજૂ થયા

ગામડે-ગામડેથી ખેડૂતો રાજકોટમાં એકઠા થતા તમામ રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ: સ્વ.વિઠ્ઠલભાઇની પ્રતિમાનું અનાવરણ

Advertisement

રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાન ખાતે આજે રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક, રાજકોટ ડેરી, રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ , રાજકોટ જિલ્લા સહકારી સંઘ, રાજકોટ જિલ્લા કો. ઓપ. કોટન માર્કેટીંગ યુનિયન , રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લી. તથા રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક લી. કર્મચારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી.

આ કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન જયેશ રાદડીયા, રાજકોટ ડેરીનાં ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા ઉપરાંત જિલ્લાભરની સહકારી અને દૂધ મંડળીઓનાં સભ્યો તથા ભાજપનાં ધારાસભ્યો - સાંસદો અને આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
આ ઉપરાંત જિલ્લાભરમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહેતા રેસકોર્ષ ગ્રાઉન્ડનો સમિયાણો ખીચોખીચ ભરાઇ ગયો હતો.

આ પ્રસંગે રાજકોટ જિલ્લાની મંડળીઓમા સતત 15 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપતા પ્રમુખોનું સન્માન કરવામા આવ્યુ હતુ. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા , ગુજરાતનાં મંત્રીઓ રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા, ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રામભાઇ મોકરીયા, એન.બી.એફ.સી. નાં ચેરમેન જયોતિન્દ્ર મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યો ગીતાબા જાડેજા, કાંતિભાઇ અમૃતિયા, ડો. મહેન્દ્ર પાડલીયા, રમેશભાઇ ટીલાળા, ઉદય કાનગડ, જીતુભાઇ સોમાણી, ડો. દર્શિતાબેન શાહ, દુર્લભજી દેથરીયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ભાજપનાં ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, મોરબી જિલ્લા દૂધ સંઘનાં સંગીતાબેન કગથરા, ગોવિંદભાઇ રાણપરીયા વિગેરે ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે સંમેલનના આયોજન જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ જિલ્લા બેંકનો 66 મો વાર્ષિક અહેવાલ રજુ કર્યો હતો . જિલ્લા બેંકે વર્ષમાં 125 કરોડનો ચોખો નફો કર્યાનું જણાવી તેમણે સભાસદોને 15 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી.
તેમણે જણાવેલ કે , તા. 31-3-25 દરમિયાન બેંકના કર્મચારીઓને 16.25 કરોડ રૂપિયા બોનસ આપવામા આવશે.તેમણે જણાવેલ કે, હજારો ખેડૂતો આ સંમેલનમા ઉપસ્થિત રહયા છે ત્યારે આ સંમેલન ઐતિહાસિક બની રહયુ છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે જિલ્લા બેંક ભવન ખાતે સ્વ. વલ્લભભાઇ પટેલ અને સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાઓનું અનાવરણ કરવામા આવ્યુ હતુ.

રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક અને ડેરીની કામગીરી ઉત્કૃષ્ટ: સહકાર મંત્રી
આ સંમેલનમા સહકાર મંત્રી જગદીશ વિશ્ર્વકર્માએ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની કામગીરીની પ્રસંશા કરતા જણાવ્યુ હતુ કે , હું બેંકની કામગીરીનો અભ્યાસ કરતો હતો તેમાં મેં જોયુ કે , તમામ ડિસ્ટ્રીકટ બેંકો કરતા રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની કામગીરી શિરમોર છે. આજ રીતે રાજકોટ ડેરીની કામગીરી પણ ઉત્કૃષ્ટ રહી છે. રાજકોટ જિલ્લાના છેવાડાનાં પશુપાલકો-ખેડૂતોનાં ઉત્થાન માટે રાજકોટ જિલ્લા બેંક અને રાજકોટ ડેરી કામગીરી કરી રહી છે. રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રની 100 ટકા કામગીરી પૂરી થઇ છે તે બદલ જયેશભાઇ રાદડીયા અને ગોરધનભાઇ ધામેલીયા અભિનંદનને પાત્ર છે.

સહકારી ક્ષેત્ર મારફત તમામ ખરીદી થાય તો દેશ મજબૂત બનશે: સંઘાણી
ખેડુત સંમેલનમા ઉપસ્થિત ઇફકોનાં ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ જણાવેલ કે , મને લાગે છે સહકારીતા સાથે જોડાયેલ ખેડુત સંમેલન યોજાઇ રહયુ છે તે અત્યાર સુધીનું અલગ સંમેલન છે . સહકાર મંત્રાલય અમિતભાઇ શાહને સોંપાયુ ત્યારબાદ દેશમા સહકારી ક્ષેત્ર વધુ મજબુત બની રહયુ છે. દેશભરમા સહકારી ક્ષેત્રનો સમાન વિકાસ થઇ રહયો છે . નિયમો તમામ રાજયોએ સ્વીકાર્યા છે. દેશમા તમામ ખરીદી સહકારી ક્ષેત્ર મારફત થાય તો દેશ વધુ મજબુત બનશે. આપણે સૌ સ્વદેશી વસ્તુઓ અપનાવવા સંકલ્પબધ્ધ બનીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement