For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડુંગળીના ભાવે રડાવતા ખેડૂતો રસ્તા પર આવી ગયા!

05:28 PM Dec 14, 2023 IST | Bhumika
ડુંગળીના ભાવે રડાવતા ખેડૂતો રસ્તા પર આવી ગયા

નિકાસબંધી બાદ આજે બજારો ખૂલતા 5 રૂા. કિલો ભાવ મળતા ખેડૂતોએ રાજકોટ-ગોંડલ, મહુવા-દ્વારકા હાઈવે ઉપર ચક્કાજામ કર્યો

Advertisement

લાલ ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવવાનું શરૂૂ રાખ્યું છે. એક બાજુ સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતા એક જ દિવસમાં ભાવમાં કડાકો થયો છે. ડુંગળીની નિકાસ બંધ થતા અનેક દિવસ બજારમાં હરાજી બંધ રહી હતી. આજે ડુંગળીની હરાજી ફરી શરૂૂ થતાં ભાવ ગગડી ગયા છે. ડુંગળીના ભાવ રાતોરાત ગગડી જતા ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આજે ગોંડલ અને મહુવામાં ખેડૂતોએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો.
ગોંડલ યાર્ડમાં ડુંગળીના 80 હજાર કટ્ટાની આવક સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક વધી જતા હરાજી બંધ કરવામાં આવી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત 10 તારીખે ડુંગળીની આવક બંધ કરી હતી. 13 તારીખે રાત્રીના ડુંગળીની આવક શરૂૂ કરી હતી.

14 તારીખે સવારના ડુંગળીની હરાજી શરૂૂ કરવામાં આવી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રીના 80 હજાર કટ્ટાની આવક થવા પામી હતી.હરાજીમાં ડુંગળીના ભાવ ખેડૂતોને ના મળતા ખેડૂતોએ પોતાની ડુંગળી નેશનલ હાઇવે પર નાખી દીધી હતી. ડુંગળી લઈને આવતા તમામ ખેડૂતો હાઇવે પર ઊતર્યા હતા.

Advertisement

ત્યારબાદ હાઇવે પર વાહનો રોકીને ચક્કાજામ કર્યો હતો.
ડુંગળીની નિકાસની બાબતને લઈ મહુવા માર્કેટિંગ યાર્ડના ખેડૂતોએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. ડુંગળી વેચવા આવેલા ખેડૂતો પણ આજે હરાજીથી સંપૂર્ણ કામગીરી બંધ કરવાના કારણે રોડ પર ઉતરી આવ્યા હતા. આજે સવારે 10:00 કલાકે ખેડૂતોએ મહુવાથી દ્વારકા નેશનલ હાઇવે રોડ બંધ કરી ચક્કાજામ કર્યો હતો. હાઇવે રોડ પર ડુંગળી પાથરીને ખેડૂતોઓ ઉગ્ર વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠ્ઠાં થઈ વિરોધ દર્શાવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement