For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વંથલીમાં ભેજવાળા યુરિયાનું વિતરણ કરાતા ખેડૂતોમાં દેકારો

01:24 PM Dec 09, 2025 IST | Bhumika
વંથલીમાં ભેજવાળા યુરિયાનું વિતરણ કરાતા ખેડૂતોમાં દેકારો

જૂનાગઢ જિલ્લાના વંથલીમાં સહકારી મંડળીમાં ખાતરી વિતરણ સમયે નબળી ગુણવત્તાનું ખાતર હોવાના આક્ષેપ સાથે ખેડૂતે હોબાળો મચાવ્યો હતો. ખાતરનો જથ્થો નમક જેવો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરી લેવાનો ઈન્કાર કરી દીધો હતો. તો બીજી તરફ મંડળીના પ્રમુખે ખાતરમાં થોડો ભેજ હોવાનો સ્વીકાર કરી ખાતરનો જથ્થો પરત મોકલી દીધાની વાત કરી હતી. સાથે કહ્યું હતું કે, સરકારમાંથે જે પ્રમાણે ખાતર આવતું હોય તે પ્રમાણે ખેડૂતોમાં વિતરણ કરી શકાય.

Advertisement

જોનપુર ગામના ખેડૂત કરીમ વડસરીયાએ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે વંથલી મંડળીમાં ખાતર લેવા માટે આવ્યા હતા. અહીં અમને જે ખાતર આપવામાં આવી રહ્યું હતું તે નબળી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે અમે તે ખાતર લીધું નહીં. ગોડાઉનમાં અન્ય જગ્યાએ સારું ખાતર પણ પડ્યું હતું, પરંતુ તે અમને આપવામાં આવ્યું ન હતું. અમે જોનપુરથી રિક્ષા લઈને આવ્યા હતા, જેનો ખર્ચ અને અમારી મહેનત મજૂરી પણ માથે પડી છે." તેમણે માંગ કરી હતી કે જો ખાતરના વિક્રેતાઓ આ રીતે જ ખેડૂતને હેરાન કરશે, તો ખેડૂતો ખેતી કરશે કે ધક્કા ખાશે? આ મામલે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

નવલખી ગામના ખેડૂત હાસમ સાંધે પણ આ જ પરિસ્થિતિ જણાવી હતી. તેમણે કહ્યું કે, "આજે અમે સહકારી મંડળીમાં ખાતર લેવા આવ્યા હતા, જ્યાં કેટલીક ખાતરની થેલીઓમાં નમક જેવું નબળી ગુણવત્તાનું ખાતર પડ્યું હતું. જેના કારણે ખેડૂતોએ તે ખાતર લેવાની ના પાડી છે." તેમણે ઉમેર્યું કે ખેડૂતો પોતાના ગામડેથી રિક્ષાઓ લઈને આવે છે, જેના બમણા ભાડા ચૂકવવા પડે છે અને ખાતર ન મળતા ખેડૂતો હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોને સારી ગુણવત્તાનું ખાતર મળે તેવી તેમની માંગ છે.

Advertisement

આ સમગ્ર મામલે વંથલી સહકારી મંડળીના પ્રમુખ વજુભાઈ વામજા સાથે વાત કરવામાં આવતા, તેમણે ખેડૂતોની ફરિયાદને આંશિક રીતે સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, "જે ખાતર કંપનીમાંથી આવ્યું હતું, તે થોડું ભેજવાળું હતું, જેને લઈને અમે કંપનીને આ ખાતર પાછું મોકલી આપ્યું છે. જે પ્રમાણે સરકારમાંથી ખાતર આવતું હોય તે પ્રમાણે ખેડૂતોને વિતરણ કરી શકાય. હાલ અમારી પાસે પૂરતા પ્રમાણમાં ખાતર નથી, પરંતુ જ્યારે કંપની ખાતર મોકલે એટલે તરત જ ખેડૂતોને તેનું વિતરણ કરી દેવામાં આવશે. જોકે ખેડૂતોની માંગ છે કે, નબળી ગુણવત્તાના ખાતરના જથ્થાનું વહેલી તકે નિરીક્ષણ કરવામાં આવે અને જ્યાં સુધી નવો અને સારી ગુણવત્તાનો જથ્થો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ખેડૂતોને ધક્કા ન ખાવા પડે તેની વ્યવસ્થા કરવામાં આવે.

Advertisement
Tags :
Advertisement
Advertisement