ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લાલ મરચાંના ધાર્યા મુજબ ભાવ નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી, ભારે દેકારો

05:16 PM Feb 05, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

મસાલાની સિઝન નજીક આવી રહી છે. સૌરાષ્ટ્રના મુખ્ય યાર્ડોમાં લાલ મરચાની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. પરંતુ પુરતા ભાવ નહીં મળતા ખેડુતોમાં રોષ ફેલાયો છે. રાજકોટ અને ગોંડલ યાર્ડમાં મરચાના ઢગલા મોઢે ઠલવાઈ રહ્યા છે. પરંતુ ધાર્યા મુજબ મુલ્ય નહીં થતા ખેડુતોની હાલત કફોડી બની ગઈ છે. જ્યારે ગુણવતા મુજબના ભાવ આપવામાં આવતા હોવાનું વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે.

મરચાની સિઝન આવી ગઈ છે. ખેડૂતોના ખેતરમાં મરચાનો પાક તૈયાર થઈ ગયો છે અને એ જ પાક માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી રહ્યો છે. જોકે, જ્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચે છે ત્યારે તેમને નિરાશ થવાનો વારો આવે છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ લાલ મરચાના આ વર્ષે સૌથી નીચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. દેશભરમાં જાણીતું રાજકોટ પંથકનું લાલ મરચું આ વખતે ભાવમાં મોળુ પડી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અલગ અલગ વસ્તુઓમાં મોંઘવારી ભલે આસમાને પહોંચી પરંતુ લાલ મરચાના ભાવ છેલ્લા પાંચ વર્ષમાં સતત ઘટી રહ્યા છે.

ખેડુતોના કહેવા મુજબ યાર્ડમાં હાલ લાલ મરચાના 1100 રૂૂપિયાથી લઈને 2600 સુધી ભાવ મળી રહ્યા છે, 2024માં 1500 રૂૂપિયાથી લઈને 3800 સુધી મળ્યા હતા, વર્ષ 2023 માં 1800 રૂૂપિયાથી લઈને 4035 સુધી મળ્યા હતા. વર્ષ 2022માં 1200 રૂૂપિયાથી લઈને 3480 સુધી મળ્યા હતા. વર્ષ 2021માં 1800 રૂૂપિયાથી લઈને 3200 સુધી મળ્યા હતા. આ અંગે વેપારીઓના કહેવા મુજબ આ વર્ષે ઘટી રહેલા ભાવ પાછળનું કારણ એવું છે કે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં મરચાનું ઉત્પાદન થયું છે.

જેમના કારણે રાજકોટ પંથકનું મરચું બહારના રાજ્યમાં વેચાઈ નથી રહ્યું. જેથી ખેડૂતોને ભાવ નીચા મળી રહ્યા છે. દર વર્ષ કરતાં આ વર્ષે મરચાની આવક પણ ઘણી ઓછી છે. દર વર્ષે આ સમયે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મરચાથી ભરાઈ ગયો હોય છે પરંતુ આ વખતે અડધો જ ભરાણો છે. ક્યાંક મરચાની ક્વોલિટી પણ નબળી છે.

Tags :
Farmersgujaratgujarat newsred chillies
Advertisement
Next Article
Advertisement