હળવદની કેનાલમાં સાફસફાઈના નામે લાખોનો ભ્રષ્ટાચાર આક્ષેપ થયાનો ખેડૂતોનો આક્ષેપ
હળવદની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ 1 અને 2 માંથી કેનાલ વાટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે જેમાં બ્રાહ્મણી ડેમ 1ની કેનાલની રવિ પાકમાં સાફસફાઈ માટે 10 લાખનું ટેન્ડર અપાયું હતું જોકે હવે ખેડૂતો સાફસફાઈ બાબતે ભ્રષ્ટાચારના આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે.
બ્રાહ્મણી ડેમ 1માથી સરંભડા,પાડાતિરથ, સુંદર ગઢ, ઈશ્વરનગર, મેરુપર, ગોલાસણ, માનસર,રણજિતગઢ સહિત 10થી વધુ ગામો અને આશરે 1 હજાર હેક્ટરમાં વાવેતર માટે સિંચાઈ વિભાગ દ્વારા પાણી આપવામાં આવે છે અને ખેડૂતો 70 ટકાથી વધારે પિયાવો ભરીને પોતાની નૈતિક ફરજ પણ નિભાવે છે પરંતુ આ જવાબદારી તંત્ર નથી સંભળાતી એટલે હવે ખેડૂતો સાફસફાઈ માટે તંત્ર સામે બંડ પોકાર્યો છે.
બ્રાહ્મણી ડેમ 1માથી કેનાલ વાટે જેમાં પિયત માટે પાણી આપવામાં આવે છે તેમાં સાફસફાઈના અભાવે છેવાડાનાં ખેડૂતો પાણી પહોંચતું નથી અને જેથી તંત્ર પોતાનાં બચાવ માટે વધારે કેનાલમાં પાણી છોડે છે જેથી પાછળ ખેડુતોને પાણી મળે તે પહેલાં જ આગળ કેનાલ છલકાઈ જાય છે અને ખેડૂતોનાં ઉભાં પાક પાણીમાં ગરકાવ થઈ જતાં નુકસાન વેઠવું પડે છે.
મેરુપર અને કડીયાણા ગામનાં ખેડુતોએ સાફસફાઈ બાબતે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને 10 લાખનું ટેન્ડર અપાયું હોવા છતાં ખાલી કહેવા પુરતી જ કામગીરી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો તો સાથે અધિકારીઓ માત્ર કહેવા પુરતી જ કામગીરી દરમિયાન મુલાકાત લેવાની તસ્દી લે છે જેથી કરીને કામગીરી યોગ્ય થતી નથી.