ભાવનગરના ટીમાણા ગામે ખેડૂત ટ્રેક્ટર સાથે શેત્રુંજી નદીમાં ડૂબી ગયો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામથશેત્રુંજી નદીના કોઝવે પરથી પસાર થતાં સમયે વૃદ્ધ ખેડૂત વલ્લભભાઈ નાનજીભાઈ માંગુકિયા ટ્રેક્ટર સાથે નદીમાં ખાબક્યા હતા. છે.NDRFની ટીમે 6 થી 7 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે સવારે શેત્રુંજી નદીના કોઝવેમાં વલ્લભભાઈ નાનજીભાઈ માંગુકિયા ઉ.વ.60 જેઓ ખેતીકામ સાથે સંકળાયેલા હતા અને ભાદરવાલ ગામના રહેવાસી હતા, તેઓ પોતાના ટ્રેક્ટર લઈને ટીમાણા ગામ પાસે શેત્રુંજી નદીના કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક કોઈ અગમ્ય કારણોસર તેમનું ટ્રેક્ટર બેકાબુ બન્યું અને નદીના ઊંડા પાણીમાં ખાબક્યું હતું, આ અકસ્માતમાં વલ્લભભાઈ ટ્રેક્ટર સાથે નદીમાં ડૂબી ગયા હતા. આ બનાવવાની જાણ થતા તળાજા ફાયર વિભાગ ની ટીમ એ પાંચથી છ કલાકની સઘન શોધખોળ બાદ આખરે મૃતદેહ મળી આવ્યો હતો. બોડી મળ્યા બાદ તેને તાત્કાલિક અસરથી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે સીએસસી તળાજા ખાતે લઈ જવામાં આવી હતી. બનાવ ની જાણ થતા જ આસપાસના લોકો અને ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે તરત જ તળાજા ફાયર વિભાગને જાણ કરી હતી.
શરૂૂઆતમાં ફાયર વિભાગની ટીમે સ્થાનિકોની મદદથી પાણીમાં વલ્લભભાઈ અને ટ્રેક્ટરને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નદીનું પાણી ઊંડું હોવાને કારણે અને પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી હતી.આ અંગે તળાજા મામલતદારે જણાવ્યું હતું કે, પરિસ્થિતિની ગંભીરતા જોતા તંત્ર દ્વારા વધુ મદદ માટેNDRFની ટીમને પણ બોલાવવામાં આવી હતી.NDRFની ટીમ પણ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. વલ્લભભાઈના પરિવારજનો અને સ્નેહીજનો ઘટનાસ્થળે મોટી સંખ્યામાં એકઠા થયા છે. અંતે NDRF અને ફાયર વિભાગની ટીમ દ્વારા વલ્લભભાઈની શોધખોળ કરીને મૃતદેહ ને બહાર કઢાયો હતો. આ બનાવ થી ગામમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.