ગુજરાત પોલીસના જાંબાઝ નિવૃત્ત DYSP સુખદેવસિંહ ઝાલાની ચીર વિદાય
ગુજરાત પોલીસના એક જાંબાઝ નિવૃત ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાનું ગઈકાલે હાર્ટએટેકથી નિધન થયું હતું. તેમની અંતિમવિધિ તેમના વતન લખતર તાલુકાના આવેલ ઝંમર ખાતે કરવામ આવી હતી. અંતિમયાત્રામાં તેમની સાથે ફરજ બજાવનાર પૂર્વ પોલીસ અધિકરીઓ સહિતનો સ્ટાફ જોડાયો હતો.લખતર તાલુકાના ઝંમર ગામના વતની સુખદેવસિંહ ઝાલાએ ગુજરાત પોલીસના એક એવા અધિકારી હતા જેના નામ માત્રથી ગુનેગારો થરથર કાંપતા હતા. આ અધિકારી પોતાની ફરજ વખતે ગેરકાનૂની ધંધા રોકવા માટે સખત પ્રયત્ન કર્યા હતા તેમજ ગુનેગારને ખુબ જ કડક સજા આપતા હતા.
પોલીસ વિભાગમાં એક સમય એવો હતો કે, જ્યારે સુખદેવ સિંહ ઝાલાનું ફક્ત નામ સાંભળતાની સાથે જ ગુનેગારોના પગ ધ્રુજવા લાગતાં હતાં. સુખદેવ સિંહ ઝાલાએ જ્યાં સુધી પોલીસમાં વિભાગમાં રહ્યા ત્યાં સુધી ખૂબ જ ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી હતી. એક ઈમાનદાર અને જાંબાઝ અધિકારીઓમાં તેમનું નામ આવતું હતું.લખતર તાલુકામાં આવેલ ઝંમર ગામના વતની સુખદેવ સિંહ ઝાલાએ પોતાના કાર્યકાળ વખતે સૌરાષ્ટ્રમાં આવેલ જામનગરમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. જે બાદ તેઓ લખતર તાલુકામાં આવેલ ઝંમર ગામે સ્થાયી થયા હતા. દેશ માટે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થઈને ગામ લોકો માટે સેવા કરી હતી. જયારે તેઓ સુરેન્દ્રનગરથી પોતાના ગામમાં જતા ત્યારે ગામની તળાવની પાળે વૃક્ષો વાવતા હતા.
ફક્ત આટલું જ નહી પણ વૃક્ષને પાણી તેમજ ખાતર પણ આપતા અને તેનું જતન પણ કરતા હતા. અત્યાર સુધીમાં સુખદેવ સિંહ ઝાલાએ પોતાના વતનમાં 10,000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. સુખદેવસિંહ ઝાલાએ નિવૃત્તિ લીધા પછી પણ કાર્ય કરીને લોકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ વિભાગમાં પીએસઆઈ થી લઈને ડીવાયએસપી સુધીની ફરજ બજાવેલ સુખદેવ સિંહ ઝાલા પહેલાથી જ ગાયત્રી ઉપાસક હતા. જેથી નિવૃત્તિ બાદ તેમણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા.સુખદેવસિંહ ઝાલાએ પીએસઆઈ તરીકે પોતાની કારકિર્દીની શરૂૂઆત કરી હતી. જેમાં તેમણે પોરબંદર, ખંભાળિયા, જસદણ સહિતના વિસ્તારોમાં ફરજ બજાવી હતી. સુખદેવસિંહ ઝાલા પોતાની ફરજ નિષ્ઠાથી લોકચાહના મેળવી અને તેમની કડક અધિકારી તરીકેની છાપથી ગુનેગારો કાંપતા હતા. સુખદેવસિંહ ઝાલાએ પોતાના મૃત્યુ બાદ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. તેમણે સંકલ્પ કર્યો હતો કે, પમારા મૃત્યુ બાદ મૃતદેહને જામનગરની એપ.પી.શાહ મેડિકલ કોલેજને સોંપી દેવો. મારા મૃત્યુ બાદ પરિવારે રોકકળાટ કરવો નહીં, બેસણું કે શોક રાખવાનો નથી.