For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિકકામાં આઠ વર્ષની બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારતો કૌટુંબિક મામો

02:01 PM Jan 15, 2025 IST | Bhumika
સિકકામાં આઠ વર્ષની બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારતો કૌટુંબિક મામો

જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યા ની ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે. અને મામા સામે ફિટકાર ની લાગણી વરસી રહી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે મૂળ મીઠાપુરની વતની હિંદુ વાઘેર યુવતી કે જેના બે માસ પહેલા છુટાછેડા થઇ જતાં તેણી મીઠાપુર છોડીને છેલ્લા 2 માસથી પોતાની ત્રણ પુત્રીઓને લઈને સિક્કામાં રહેતા તેના કુટુંબી મોટા બાપુ ડોસાજી માણેક ના દીકરા અને માસી રૂૂપાબેન ના દીકરા નીતિનભાઈ માણેક ને ઘેર રહેવા માટે આવી ગઈ હતી. અને ત્યાં ત્રણેય બાળકીઓ સાથે રહેતી હતી.

દરમિયાન આઠ વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટંબી મામો નીતિન માણેક હેરાન પરેશ કરતો હતો. આઠ વર્ષની બાળકી કપડામાં જ પેશાબ કરી લેતી હોવાથી નીતિન તેને અવારનવાર મારકુટ કરતો હતો. ત્યારબાદ તેણી સાથે શારીરીક અડપલાં પણ કરતો હતો. જે અંગે બાળકીએ માતા ને ફરિયાદ કરતાં બાળકીની માતાએ મામાને ઠપકો આપ્યો હતો, પરંતુ તેણે ઉશ્કેરાઈ જઇ માસુમ બાળકીને અને માતા બંનેને પતાવી દેવાની ધમકી આપી હતી.
દરમિયાન ગઈકાલે સિક્કામાં ભરતી ગુજરી બજારમાં માતા ખરીદી અર્થે ગઇ હતી, દરમિયાન પાછળથી તેની આઠ વર્ષની પુત્રીને મામા નીતિને શારીરિક અડપલા કર્યા બાદ માર મારી દિવાલ સાથે અને જમીનમાં માથું પછાડીને ઘાયલ કરી હતી. જેથી તેણી બેશુદ્ધ બની ગઈ હતી.

Advertisement

માતાએ ઘરે આવ્યા બાદ માસુમ બાળકીને લઈને સિક્કા હોસ્પિટલે લઈ જતાં તેણી મૃત્યુ પામી હોવાનું જાહેર કર્યું હતું. જેથી માતા તેની અન્ય બે પુત્રીઓ ત્રણેયએ હૈયાફાટ રૂૂદન કર્યું હતું, અને સમગ્ર સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

જયાં 8 વર્ષની માસમ બાળકીની હત્યા નીપજાવવા અંગે અને તેણીની સાથે શારીરીક અડપલા કરવા અંગે બાળકીની માતાની ફરિયાદના આધારે કુટુંબી મામા એવા નિતીન માણેક સામે સિક્કા પોલીસે પોકસો તેમજ હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુના નોંધી તેની અટકાયત કરી લીધી છે. આ બનાવે સિક્કામાં ભારે ચકચાર જગાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement