For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોર્પોરેશનમાં નકલી વેરા પહોંચનું કૌભાંડ?

06:11 PM Mar 11, 2024 IST | Bhumika
કોર્પોરેશનમાં નકલી વેરા પહોંચનું કૌભાંડ
  • વોર્ડ નં.17ના નાગરિક પાસેથી 77 હજાર લઇ 72 હજારની પહોંચ આપી, કોર્પોરેશનમાં પૈસા જમા નહીં થયાનું કથન, ગઠીયો કળા કરી ગયાની શંકા

રાજકોટ મહાનગર પાલિકામાં આવાસ કૌભાંડનું ભૂત ધૂણી રહ્યું છે. ત્યાં હાઉસટેકસના નામે બારોબાર ઉઘરાણા કરી બોગસ પહોંચ આપવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ વોર્ડ નં.17માં સરદારનગરમાં રહેતા અરવિંદભાઇ મોલિયા નામના નાગરિક સાથે હાઉસટેકસના નામે છેતરપીંડી થયાની હકિકત પ્રકાશમાં આવી છે. આ અરજદારને ત્યાં કોર્પોરેશનના સ્ટાફના નામે જઇ તમારે 1.56 લાખનો વેરો ભરવાનો બાકી છે તેવું જણાવી મકાન સીલ કરવાનો ડર બતાવી 50 ટકા પૈસા તાત્કાલીક ભરી-દેવા જણાવ્યું હતું.

Advertisement

આ દરમિયાન અરવિંદભાઇને બીજા દિવસે આવી પૈસા લઇ જવાનું જણાવી કોર્પોરેશનના કહેવાતા અધિકારીએ રૂા.77 હજાર લીધા હતા અને તેની સામે વેરો ભર્યાની પહોંચ પણ આપી હતી.
પરંતુ 77 હજારની સામે 72 હજારની આપી હતી બીજા દિવસે વોરન્ટ આવતા અરવિંદભાઇએ કોર્પોરેશન કચેરીએ જઇ તપાસ કરતા વેરા શાખાના સ્ટાફે જણાવ્યું હતું કે, આ પહોંચ અમારી છે, એ તમને કઇ રીતે મળી એ અમને ખબર નથી. કોર્પોરેશનમાં તમારા પૈસા ભરાયા નથી.આમ કોર્પોરેશનની નકલી પહોંચ પકડાવી કોઇ ગઠીયાએ 77 હજાર ખંખેરી લીધાની શકયતા છે. આ અરજદારના 1.56 લાખ બાકી છે ે તે અંગે ગઠીયાને કઇ રીતે જાણ થઇ ે પણ પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement