એસટીમાં કંડક્ટરની ભરતી માટે બોગસ તબીબી સર્ટિફિકેટનું કારસ્તાન ઝડપાયું
પાટણમાંથી કંડક્ટરની ભરતીમાં નકલી સર્ટીફિકેટ બનાવી આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેનો ભોગ સરસ્વતી તાલુકાના મોરપા ગામની યુવતી પિન્કીબેન ઠાકોર ભોગ બની હતી. સરકાર દ્વારા વર્ષ 2023-2024માં કંડક્ટરની ભરતી બહાર પાડી હતી. ત્યારે એ માટે ક્ધડક્ટરની ભરતી માટે સર્ટીફિકેટની જરુર હોય છે. તે માટે પિન્કીબેને એક યુવકના સંપર્કમાં આવી હતી. જેમાં યુવક દ્વારા 1500 રુપિયામાં કંડક્ટરનું સર્ટીફિકેટ બનાવી આપવાની વાત કરીને ગેરરીતિ આચરી હતી.
રાજ્ય સરકાર દ્વારા જે એસ ટી નિગમમાં કંડકટરની ભરતી માટે તાજેતરમાં જ ભરતી બહાર પાડવામાં આવી હતી આ ભરતીમાં પાટણમાં ફર્સ્ટ એડ સર્ટી કૌભાંડ સામે આવી છે જેના તાર ડીસા ખાતે પણ પહોંચ્યા હતા. પાટણ ખાતે ડુબલીકેટ સર્ટી કૌભાંડમાં જે સર્ટીઓ હતા તે ડીસા ખાતે આવેલ ડોક્ટર કિશોર ગાંધી દ્વારા આપવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા.
આ બાબતે ડીસા ખાતે જુના શાક માર્કેટ ખાતે વર્ષોથી ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર કિશોર ગાંધી નો સંપર્ક કર્યો હતો જેવો એ જણાવ્યું હતું કે પાટણ ખાતે જે ડુબલીકેટ સર્ટી કોભાંડ સામે આવી છે તેમાં જે ડોક્ટર કિશોર ગાંધીનું સર્ટી આપવામાં આવ્યું છે તે ખોટું છે.
અમારા દ્વારા આવું કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી અને જે સહી અને સિક્કા કરવામાં આવ્યા છે તે પણ ખોટી રીતે બનાવી અને કરવામાં આવ્યા છે આ બાબતે ડોક્ટર કિશોર ગાંધી દ્વારા અગાઉ ત્રણ મહિના પહેલા પોલીસ મથકે પણ ફરિયાદ કરવામાં આવી હતી તે સિવાય ખોટા સર્ટી નો ઉપયોગ થતો હોવાની ફરિયાદ અમદાવાદ જ્યાં સર્ટી બને છે તે ઓફિસમાં પણ કરવામાં આવી હતી...