રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમરેલીના પીપળવામાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ

12:00 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

ગુજરાતમાં આજકાલ જાણે નકલી વસ્તુઓ બનાવવાની વણઝાર જોવા મળી રહી છે. એક પછી એક નકલી બનાવટોનો પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે હવે અમરેલી જિલ્લામાં નકલી ઘીના વેપારનો પર્દાફાશ થયો છે. લીલીયાના પીપળવા ગામમાં પાણીના પ્લાન્ટના નામે નકલી ઘી બનાવવાનું રેકેટ ચાલતુ હતુ. પોલીસની ટીમે દરોડા પાડી નકલી ઘીનું નેટવર્ક ઝડપી લીધુ છે.
લીલીયાના પીપળવા ગામ નજીક નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હોવાની લીલીયા PSI સિદ્ધરાજ સિંહ ગોહિલને બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.જે પછી પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
નકલી ઘી બનાવવાના રેકેટનો પર્દાફાશ થવાની ઘટનાને લઈ અમરેલી ડીવીઝન ડી.વાય.એસ.પી. જગદીશ સિંહ ભંડારી પણ દોડી આવ્યા હતા. મોડી રાતે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ત્યાં પહોંચીને ઘીના સેમ્પલ લીધા હતા. અમરેલી જિલ્લાના આ સૌથી મોટા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ કરવામા આવ્યો છે. આ ફેકટરીમાંથી નકલી ઘીના નાના મોટા અનેક પેકિંગ કરેલા જથ્થા પણ મળી આવ્યા છે. દરોડા પાડ્યા બાદ પોલીસને જાણવા મળ્યુ કે આ નકલી ઘીનું કનેક્શન રાજુલા પંથક સુધી ફેલાયેલુ છે. નકલી ઘીના પેકેટ પર નીચે રાજુલા શહેરનું સરનામું આપવામાં આવ્યુ છે. મોટી માત્રામા ઘી હોવાને કારણે મોડી રાત સુધી ગણતરી સહિતની પોલીસની કામગીરી ચાલતી હતી. લીલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાશે.

Advertisement

Tags :
amrelibustedFake ghee factoryinPipal
Advertisement
Next Article
Advertisement