સાબરકાંઠાના ઈડરમાંથી નકલી ફૂડ ઈન્સ્પેક્ટર ઝડપાયો
સાબરકાંઠાના ઈડર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્સ પોતાની ઓળખ ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે આપીને વેપારીઓ પાસેથી પૈસા પડાવતો હતો. આ નકલી ફૂડ ઇન્સ્પેક્ટર શહેરની અનેક દુકાનોમાં ફૂડ ઓફિસર બનીને જતો હતો અને ત્યાં તપાસના નામે વેપારીઓ પાસેથી પૈસાની માંગણી કરતો હતો. જો કે, કેટલાક વેપારીઓને તેની હરકતો પર શંકા ગઈ હતી. જેથી તેમણે તેને પોલીસને હવાલે કર્યો હતો. ઇડર પોલીસે આ નકલી ફૂડ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરીને તેની સામે તપાસ શરૂૂ કરી છે. આ નકલી ફૂડ અધિકારી સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે, જેના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
અગાઉ એક વર્ષ પહેલા, સાબરકાંઠામાં નકલી GST ઓફિસરો છેતરી ગયા તલોદમાં વેપારીને નકલી GST ઓફિસરોએ છેતર્યા સ્પેશીયલ 26 ફિલ્મને પણ ટક્કર મારે તેવી ઘટના બે મહિલા સહીત પાચ શખ્સો બન્યા હતા GST સામાનના સેમ્પલ અને GST બીલ માગી તપાસ વેપારીને ૠજઝની કરોડોની ચોરી કરતા હોવાનું કહ્યું વેપારીના દીકરા સામે કેસ કરી જેલમાં પુરવાનું કહ્યું વેપારી પાસે કેસ પતાવટના રૂૂ દોઢ લાખ લીધા તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.