ગૃહમંત્રી અને સુરત પોલીસ કમિશનરના બન્યું ફેક ફેસબુક એકાઉન્ટ, હર્ષ સંઘવીએ કરી આ અપીલ
રાજ્યમાં સાયબર ફ્રોડ કરતી ગેંગ ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે હવે આ ગેંગ મોટા અધિકારીઓથી લઇને નેતાઓને પણ પોતાના નિશાન બાંવે છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતનું પણ ફેક ફેસબુક આઈડી બનાવામાં આવ્યું છે. હાલ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરી કરવામાં આવી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફેસબુક અને ઇન્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી છે. હર્ષ સંઘવીએ તેમના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મુક્યું છે. જેમાં લખ્યું છે કે, મારા નામનો ઉપયોગ કરીને બનાવાયેલા નકલી ફેસબુક આઈડીને લગતી સમસ્યા વિશે જાણ કરવા માંગુ છું. જો તમને આ ફેક એકાઉન્ટમાંથી મેસેજ અથવા ફ્રેન્ડ રીક્વેસ્ટ મળે છે, તો તેની સાથે જોડાશો નહીં અને યોગ્ય કાર્યવાહી માટે એકાઉન્ટને રિપોર્ટ કરો.
સાયબર ફ્રોડ કરતી ગેંગ સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે સોશિયલ મીડિયા પર આઈડી બનાવી રૂપિયા માંગવામાં આવે છે. હાલ સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.