રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જૂનાગઢમાં નકલી DYCP ઝડપાયો, નોકરી અપાવવાના નામે 2.11 કરોડની છેતરપિંંડી આચરી

05:11 PM Dec 12, 2023 IST | Bhumika
Advertisement

જુનાગઢમાંથી નકલી ધારાસભ્ય ઝડપાયા બાદ હવે નકલી ડીવાયએસપી ઝડપાતા ચકચાર મચી ગયો છે. અસલી પોલીસના હાથે ઝડપાયેલા આ નકલી ડીવાયએસપીનું નામ વિનીત દવે છે જે પોલીસના નકલી આઈડી કાર્ડ સાથે રૌફ જમાવતો હતો.

Advertisement

રાજ્યમાં જાણે કે ‘નકલી’નો રાફડો ફાટ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યમાં નકલી ધારાસભ્ય, નકલી આઈએએસ અધિકારી, નકલી કચેરી, નકલી ટોલનાકુ, નકલી ઘી બધુ જ નકલી હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે જુનાગઢ માંથી નકલી ડીવાયએસપી ઝડપાતા ચકચાર મચી ગયો છે. અસલી પોલીસના હાથે ઝડપાયેલા આ નકલી ડીવાયએસપીનું નામ વિનીત દવે છે જે પોલીસના નકલી આઈડી કાર્ડ સાથે રૈફ જમાવતો હતો, એવું પણ જાણવા મળ્યું છે કે, તેણે પોતાની નકલી ઓળખથી પોલીસ ખાતામાં નોકરી અપાવીને લોકોને પાસે થી અંદાજિત રૂપિયા 2.11 કરોડની છેતરપિંડી પણ આચરી હોવાનું ખુલ્યું છે.
મહત્વપૂર્ણ છે કે, નકલી ડીવાયએસપીની ઓળખ આપનારા આ શખ્સ જ્યુડિશિયલ કોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે, જે પોલીસના કાર્ડ ઉપર પોતાનો ફોટો લગાવીને લોકો વચ્ચે રૌફ જમાવતો હતો. આ મામલે પોલીસવડા નકલી ડીવાયએસપીને લઈને વિધિવત વિગતો જાહેર કરશે.

Tags :
Fake DYCPgujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement